કોંગ્રેસ નેતાઓને મોદીના મંત્રીની સલાહ : કેન્દ્રીય મંત્રી અઠાવલેએ કહ્યું- ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલે ભાજપમાં જોડાઈ જવું જોઈએ, કોંગ્રેસમાં તેમનું અપમાન થઈ રહ્યું છે

0
0

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ ભાજપમાં જોડાવાની સલાહ આપી છે. અઠાવલેએ કહ્યું કે, આઝાદ અને સિબ્બલ પર રાહુલ ગાંધી ભાજપ સાથે મિલીભગતના આરોપ લગાવાયા છે. એટલા માટે બન્નેએ જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જવું જોઈએ.

‘જેમણે કોંગ્રેસને ઊભી કરી, રાહુલ એમની પર જ આરોપ લગાવી રહ્યા છે’

નરેન્દ્ર મોદી સરકારમાં સામાજિક ન્યાય મંત્રી અઠાવલેએ કહ્યું કે, જો આઝાદ અને સિબ્બલનું કોંગ્રેસમાં અપમાન થઈ રહ્યું છે, તો તેમને નિર્ણય કરી લેવો જોઈએ.જે લોકોએ કોંગ્રેસને ઊભી કરી છે, એમની પર આરોપ લગાવીને રાહુલ ગાંધી ખોટું કરી રહ્યા છે. NDA સરકાર આગળ પણ સત્તામાં રહેશે. આગામી પેટાચૂંટણીમાં 350 બેઠકો મળવાની આશા છે. ભાજપ સામાન્ય લોકોની પાર્ટી છે. તમામ જાતિ, વર્ગ અને ધર્મના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે.

23 નેતાઓની ચિઠ્ઠી પર કોંગ્રેસની બેઠકમાં હોબાળો થયો હતો

આઝાદ અને સિબ્બલ કોંગ્રેસના એ 23 નેતાઓમાં સામેલ છે, જેમણે પાર્ટીમાં ફેરફારોની માંગ કરતો સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. 24 ઓગસ્ટે કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં પણ આ મુદ્દે હોબાળો થયો હતો. બેઠક વચ્ચે સમાચાર આવ્યા કે રાહુલ ગાંધીએ ચિઠ્ઠી લખનાર નેતાઓ પર ભાજપ સાથએ મિલીભગતનો આરોપ લગાવ્યો છે. આઝાદ અને સિબ્બલે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ પછીથી બન્નેએ કહ્યું કે, રાહુલે મિલીભગત જેવી કોઈ વાત કહી નથી.

આઝાદે કહ્યું હતું કે, ફેરફાર નહીં થાય તો કોંગ્રેસ 50 વર્ષ વિપક્ષમાં જ રહેશે

આઝાદે વર્કિંગ કમિટિની બેઠકના 3 દિવસ પછી એટલે કે 27 ઓગસ્ટે ફરીથી પાર્ટીના મુખ્ય પદો પર ચૂંટણી કરાવવા માટે ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટાયેલા લોકો લીડ કરશે તો પાર્ટી માટે સારુ રહેશે, નહીં તો કોંગ્રેસ આગામી 50 વર્ષ સુધી વિપક્ષમાં રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here