મોદીના પ્રયાસોથી લોકોની આતુરતાનો અંત આવ્યો છે: ભાગવત

0
3

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિમર્ણિની શરૂઆત આજથી થઇ જશે. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થયું છે.કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આજે આનંદની ક્ષણ છે, એક સંકલ્પ લીધો હતો. ત્યારે સંઘપ્રમુખ દેવવ્રતજીએ કહ્યું હતું કે 20-30 વર્ષ કામ કરવું પડશે, ત્યારે આ કામ કરવું પડશે. આજે 30મા વર્ષની શરૂઆતમાં કામ શરૂ થયું છે. ઘણા લોકો મહામારીના કારણે આવી શક્યા નથી, લાલકૃષણ અડવાણીજી પણ આવી શક્યા નથી. દેશમાં અત્યારે આત્મનિર્ભર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, આજે મહામારી બાદ વિશ્વ નવા માર્ગે શોધી રહ્યો છે. જેમ-જેમ મંદિર બનશે, રામની અયોધ્યા પણ બનવી જોઇએ. આપણા મનમાં જે મંદિર બનવું જોઇએ અને કપટ છોડવી જોઇએ.

– આરએસએસ પ્રમુખ મોહન ભગવે કહ્યું કે અહીં રામ મંદિર નિમર્ણિ માટે આજથી શુભારંભ થઇ ગયો છે અને આ મંદિર પૂર્ણ થતાં પહેલાં મન મંદિર બનીને તૈયાર થવું જોઇએ. મંદિર નિમર્ણિ માટે ઘણા લોકોએ બલિદાન આપ્યું છે અને પીએમ મોદીના પ્રયત્નોથી બધાની આતુરતા પુરી થઇ ગઇ છે.- આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આજનો દિવસ એટલો મોટો દિવસ છે કે આખા દેશમાં ખુશીનો માહોલ છે. આ આનંદમાં એક પ્રણ છે, એક ઉત્સાહ છે પરંતુ લોકોના સંઘર્ષને ભૂલી ન શકાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે મને ટ્રસ્ટે ઐતિહાસિક પળ માટે આમંત્રિત કર્યો. મારું આવવું સ્વભાવિક હતું, આજે ઇતિહાસ રચવામાં આવી રહ્યું છે. આજે ભારત રામમય છે, દરેક મન દીપમય છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ કાજ કીન્હે બિનુ મોહિ કયાં વિશ્રામ…સદીઓનો ઇંતઝાર સમાપ્ત થઇ રહ્યો છે. વરસો સુધી રામલલા ટેંટમાં રહેતા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે.રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના મુખ્ય મહંત નૃત્યગોપાલ દાસે કહ્યું કે લોકો અમને પૂછે કે મંદિર ક્યારે બનશે? અમે કહ્યું હતું કે જ્યારે એક તરફ મોદી અને બીજી તરફ યોગી છે, તો હવે નહી બને તો ક્યારે બનશે. હવે લોકોને તન-મન-ધનથી મંદિર નિમર્ણિમાં જોડાવવું જોઇએ અને કામને આગળ વધારવું જોઇએ. દુનિયામાં વસવાટ કરતા હિંદુઓની આ જ ઇચ્છા હતી. મંદિરનું નિમર્ણિ એક નવા ભારતનું નિમર્ણિ છે, તેને જલદી જ પૂર્ણ કરવું જોઇએ.સીએમ યોગીએ કહ્યું કે ભારતની ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની સાથે સંવિધાન સમ્મત રીતે સમસ્યાઓનું સમાધાન કેવી રીતે થઇ શકે. તેના પ્રત્યક્ષ દર્શન પીએમ મોદીએ કહ્યું છે. આ શુભ ઘડી માટે અનેક પૂજ્ય લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે અને તેને આજે અમે ભાવપૂર્ણ રીતે યાદ કરીએ છીએ. લોકતાંત્રિક રીતે આ સમસ્યાનું સમાધન કાઢવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરું છું.