બિહારમાં મોદીની પ્રથમ સભા : બિહારના લોકો ક્યારેય મૂંઝવણમાં નથી હોતા, ફરી એક વખત NDA સરકાર બનાવવા જઈ રહી છે

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાસારામમાં બિહાર ચૂંટણીની પોતાની પ્રથમ સભાને સંબોધિત કરી. તેમણે કહ્યું, બિહારના લોકો ક્યારેય મૂંઝવણમાં હોતા નથી. ચૂંટણીના આટલા દિવસો પહેલાં જ તેમણે પોતાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. જેટલા પણ રિપોર્ટ આવી રહ્યા છે એ બધામાં એ જ વાત આવી રહી છે કે બિહારમાં ફરી એક વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે.

મોદીના ભાષણની મુખ્ય વાતો

  • મારા નજીકના મિત્ર અને ગરીબો-દલિતો માટે પોતાનું જીવન સમર્પિત કરનાર મારા સાથી રહેલા રામવિલાસ પાસવાનજીને શ્રદ્ધાંજલિ આપું છું. ગરીબો માટે કામ કરનારા રઘુવંશ પ્રસાદ સિંહને પણ શ્રદ્ધાંજલિ આપું છું. હું બિહારના લોકોને અભિનંદન આપવા માગું છું કે અહીંના લોકો આટલી મોટી મુશ્કેલીનો ખૂબ જ સારી રીતે સામનો કરી રહ્યા છે.
  • કોરોનાથી બચવા માટે જે ઝડપી નિર્ણયો લેવામાં આવ્યા, જે રીતે સરકારે કામ કર્યું, તેનાં પરિણામો આજે દેખાઈ રહ્યાં છે. વિશ્વના અમીર દેશોની સ્થિતિ કોઈનાથી છુપાઈ એવી નથી. જો બિહારમાં ઝડપથી કામ થયું ન હોત તો મહામારી આપણા ઘણા લોકોના જીવ લઈ લેત. બિહાર તમામ સાવધાનીઓનું પાલન કરતાં લોકતંત્રનું પર્વ મનાવી રહ્યું છે.
  • ચૂંટણીમાં કેટલાક લોકો ભ્રમ ફેલાવવા માટે એક-બે ચહેરાને મોટો દેખાડવામાં લાગી જાય છે. જોકે એનાથી વોટિંગમાં ફરક પડતો નથી. બિહારના લોકોએ મન બનાવી લીધું છે કે જેમનો ઈતિહાસ બિહારને બીમાર રાખવાનો છે તેમને આસપાસ ભટકવા દઈશું નહિ.
  • દેશની સુરક્ષામાં પણ બિહારના લોકો સૌથી આગળ રહ્યા છે. પુલવામા હુમલામાં બિહારના જવાન શહીદ થયા, હું તેમનાં ચરણોમાં મસ્તક ઝુકાવું છું. બિહાર ઝડપથી આગળ વધી રહ્યું છે. હવે રાજ્યને કોઈ બીમાર ન કહી શકે. અંધારામાંથી અજવાળા તરફ આગળ વધનારું કહેવામાં આવે છે. ક્યારેક સૂરજને ડૂબવાનો અર્થ થાય છે કે દિવસની તમામ ગતિવિધિઓ પૂરી થઈ ગઈ.
  • અગાઉ ઘરથી છોકરીઓ નીકળતી હતી ત્યારે માતા-પિતાને ચિંતા થતી હતી. આપણે યાદ રાખવું જોઈએ કે બિહારમાં આટલી મુશ્કેલી નાખનાર કોણ હતું. 2014માં કેન્દ્રમાં સરકાર બન્યા પછી બિહારને ડબલ એન્જિનની તાકાત મળી, રાજ્યમાં વધુ ઝડપથી કામ થયું છે.
  • કોરોના દરમિયાન કરોડો ગરીબ બહેનોના ખાતામાં કરોડોની મદદ મોકલવામાં આવી, ઘણા ગેસ કનેક્શન આપવામાં આવ્યા. દેશ જ્યાં સંકટનું સમાધાન કરતા આગળ વધી રહ્યો છે, આ લોકો દરેક સંકલ્પની સામે અડચણ બનીને ઉભા છે. દેશને વચેટીયાઓ-દલાલોમાંથી મુક્ત કરાવવાનો નિર્ણય લીધો. આ લોકો તેમના જ પક્ષમાં ઉભા છે. ખેડૂતો તો બહાનું છે, તેમને દલાલો-વચેટીયાઓને બચાવવા છે.
  • રાફેલ માટે પણ આ લોકો દલાલ-વચેટીયાઓની ભાષા બોલી રહ્યાં હતા. તેમના માટે દેશહિત નહિ પરંતુ દલાલોનું હિત વધુ મહત્વપૂર્ણ છે. જ્યારે દલાલો- વચેટીયાઓને માર પડે છે ત્યારે તેઓ મૂંઝવણમાં મૂકાઈ જાય છે.
  • આ લોકો કહી રહ્યાં છે કે સતામાં આવ્યા તો આર્ટિકલ 370 ફરીથી લાગુ કરી દઈશું. આટલું બધું કહીને બિહારના લોકો વોટ માંગવાની હિમ્મત કરી રહ્યાં છે. શું આ બિહારના લોકોનું અપમાન નથી. આ લોકો ભલે કોઈની પણ મદદ લે, દેશ તેના નિર્ણયમાંથી પાછળ હટશે નહિ.
  • બિહારની દરેક યોજનાને આ લોકો લટકાવનાર અને ભટકાવનાર છે. 15 વર્ષ સુધીના પોતાના શાસન દરમિયાન તેમણે બિહારને લૂટયું છે. તમે તેમની પર ભરોસો મૂકીને તેમને સતા સોંપી હતી. જોકે તેમણે તેને કમાણીનું સાધન બનાવ્યું. 10 વર્ષ સુધી યીપીએની સરકારમાં રહીને બિહાર પર ગુસ્સો કાઢ્યો.
  • ત્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. નીતીશ કહેતા હતા કે દિલ્હીને બિહારનો અખાડો ન બનાવશે. તેમની સાથે મળીને નીતીશજીએ સરકાર બનાવી. બધા જાણે છે કે આ 18 મહિનામાં શું થયું ? નીતીશ એ વાત જાણી ગયા કે બિહાર 15 વર્ષ પાછળ પડી જશે. બિહારના વિકાસ માટે અમે ફરી નીતીશજીની સાથે આવ્યા. મને હજી નીતીશજીની સાથે કામ કર્યાને 4-5 વર્ષ જ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here