બંગાળમાં રાજનીતિ : આજે કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે મોદીની રેલી, મિથુન સામેલ થશે : મમતા સિલિગુડી-દાર્જિલિંગમાં કરશે પદયાત્રા.

0
4

વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલા બંગાળ માટે રવિવાર રેલીઓનો રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે મેગા રેલી કરશે. અભિનેતા મિથુન ચક્રવર્તી આ રેલીમાં સામેલ થશે. આ રેલીમાં મિથુન સામેલ થવાની જાણકારી ભાજપના બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયાએ આપી છે. આજે મમતા પણ સિલિગુડી અને દાર્જિલિંગમાં રેલી કરશે.

આ ફોટો સિલિગુડીનો છે. અહીં જ મુખ્યમંત્રી મમતા બેનર્જી LPGના વધતા જતા ભાવ સામે પદયાત્રા કરશે.
આ ફોટો સિલિગુડીનો છે. અહીં જ મુખ્યમંત્રી મમતા બેનર્જી LPGના વધતા જતા ભાવ સામે પદયાત્રા કરશે.

 

ભાગવતે કરી હતી મુંબઈમાં મિથુન સાથે મુલાકાત

મિથુન ભાજપમાં જોડાવાની અટકળો ત્યારે જ શરૂ થઈ હતી જ્યારે સંઘના વડા મોહન ભાગવત ગયા મહિને તેમના મુંબઇ સ્થિત ઘરે મુલાકાત કરવા ગયા હતા. અહેવાલો અનુસાર, મિથુન ચક્રવર્તીએ ઓક્ટોબર 2019માં નાગપુરની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન તેઓ સંઘના વડા મોહન ભાગવતને મળ્યા હતા અને તેમને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું.

રાજકીય પંડિતોના મતે, અભિનેતા તરીકે મિથુનની બંગાળમાં ઘણી લોકપ્રિયતા છે. તેનો લાભ લઈને ભાજપ તેમને ઉમેદવાર બનાવી શકે છે. જો કે, મિથુન હજી ભાજપમાં સામેલ થયા નથી અને આજની રેલીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.

મમતાએ 2014માં મિથુનને રાજ્યસભામાં મોકલ્યો હતો

મિથુનને 2014માં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. જો કે, બાદમાં તબિયત બગડવાના કારણે અભિનેતાએ 2016માં રાજીનામું આપ્યું હતું.

ભાજપ તૃણમૂલના અન્ય ધારાસભ્ય સાથે જોડાશે

તૃણમૂલના ધારાસભ્ય સોનાલી ગુહાએ કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે. સોનાણી દક્ષિણ 24 પરગણાથી ચાર વખત ધારાસભ્ય રહી છે. વિધાનસભાની ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં નામ ન આવવા પર સોનાલીએ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે. તેણે કહ્યું કે જ્યારે મમતા દીદી મને છોડી શકે છે, ત્યારે હું તેમને કેમ નહીં છોડી શકું? મેં મુકુલ રોયને ફોન કર્યો અને કહ્યું કે મારે​​​​​​ ચૂંટણી લડવી નથી, પણ હું આદરણીય હોદ્દો ઇચ્છું છું. તેઓ સંમત થઈ ગયા અને હવે હું નિશ્ચિત થઈને ભાજપમાં સામેલ થઈશ.

નંદીગ્રામથી ચૂંટણી લડશે મમતા, શુભેન્દુ કહ્યું- 50 હજાર મતોથી હારશે

મમતા બેનર્જી સિલિગુડી અને દર્જિલિંગમાં LPGના વધતાં ભાવના વિરોધમાં પદયાત્રા નીકળશે. તેમણે વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામથી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. મમતા 11 માર્ચે મહાશિવરાત્રિના દિવસે ઉમેદવારી નોંધાવશે. તૃણમૂલથી ભાજપમાં સામેલ થયેલા શુભેન્દુ અધિકારી પણ નંદીગ્રામના જ ધારાસભ્ય રહી ચૂક્યા છે. શુભેન્દુએ કહ્યું કે મમતાનું નંદીગ્રામથી ચૂંટણી લડવી તે કોઈ મોટો પડકાર નથી, તે અહીં 50 હજાર મતોથી હારશે.

બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન યોજાશે. 294 બેઠકોવાળી વિધાનસભા માટે મતદાન 27 માર્ચે (30 બેઠકો), 1 એપ્રિલ (30 બેઠકો), 6 એપ્રિલ (31 બેઠકો), 10 એપ્રિલ (44 બેઠકો), 17 એપ્રિલ (45 બેઠકો), 22 એપ્રિલ (43 બેઠકો), 26 એપ્રિલ (36 બેઠકો), 29 એપ્રિલ (35 બેઠકો) પર યોજાનાર છે. 2 મેના રોજ મતગણતરી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here