ગોહાના રેલીમાં મોદીનો પ્રહાર, કહ્યું- સ્વચ્છ ભારત, સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટનું નામ સાંભળી કોંગ્રેસને પેટમાં દુખે છે

0
24

ગોહાના: હરિયાણાના ગોહાનામાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભા સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ આ જનસભામાં કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં હું તમારા આશીર્વાદ લેવા નહતો આવી શક્યો. તમે બીજેપીને બહુમતીથી જીત અપાવી. જેમને ભ્રમ હતો કે તેઓ સમગ્ર વિસ્તારના માલીક છે તેમનો ભ્રમ તમે તોડી દીધો. વડાપ્રધાને આ રેલીમાં કોંગ્રેસ પર અનુચ્છેદ 370 વિશે પણ પ્રહાર કરતા કહ્યું કે, તેમને ભારતની એકતાની ચિંતા પણ નથી અને બંધારણની ચિંતા પણ નથી. જેમને મા ભારતીની ચિંતા નથી તેમની ચિંતા હરિયાણા કરશે?

ગોહાના રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, જાહેર જીવન જીવતા લોકોને હરિયાણાએ ખૂબ મોટો સબક શીખવ્યો છે. તેમણે કહ્યું છે કે, અખાડો કુશ્તીનો હોય કે સીમા પર ઉભા રહેવાનો, હરિયાણાના નવયુવકો હંમેશા તૈયાર રહેતા હોય છે.

તેમણે કહ્યું કે, શું આપણે દેશ હિતમાં નિર્ણય ન લેવો જોઈએ. હરિયાણાની ભાવનાને કોંગ્રેસ અને તેમના પક્ષના લોકો સમજી નથી રહ્યા. 5 ઓગસ્ટે શું થયું હતું તેની કોઈ કલ્પના કરી શકે તેમ નથી. અમારી સરકારે જમ્મુ-કાશ્મીરમાં ભારતના બંધારણને લાગુ કર્યું. 70 વર્ષમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિકાસમાં જે વિઘ્ન આવતું હતું તેને 5 ઓગસ્ટે અમે દૂર કર્યું.