Thursday, January 23, 2025
HomeવિદેશWORLD: મોહમ્મદ રસૂલોફ કાન્સ ફિલ્મ મહોત્સવમાં જવા નીકળે તે પહેલા જેલ ભેગા

WORLD: મોહમ્મદ રસૂલોફ કાન્સ ફિલ્મ મહોત્સવમાં જવા નીકળે તે પહેલા જેલ ભેગા

- Advertisement -

ઈરાનની ઈસ્લામિક કોર્ટે એવોર્ડ વિજેતા મોહમ્મદ રસૂલોફને ૮ વર્ષની જેલની અને દંડની સજા સાથે ફટકાની પણ સજા ફરમાવી છે. તેઓ ફ્રાન્સનાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા જતા હતા, તે પૂર્વે જ તેઓને આ સજા ફરમાવવામાં આવી છે. તેમ તેઓના વકીલે ગઈકાલે (ગુરૂવારે) સાંજે જણાવ્યું હતું.૫૧ વર્ષીય આ ફિલ્મ દિગ્દર્શકો તેઓની છેલ્લી ફિલ્મ ‘ધેર-ઈઝ-નો-ઇવિલ’ નામક ફિલ્મ માટે આ સજા ફરમાવવામાં આવી છે. ઈસ્લામિક રીપબ્લિકમાં કલાકારો ઉપર કરાતાં નિશાન પૈકીના રસૂલોફ એક વધુ શિકાર બન્યા છે. આ પૂર્વે ૨૦૨૨માં માહસા અમીનીને મહિલાઓના અધિકારો માટે દેખાવો યોજવાની આગેવાની લેવા માટે કસ્ટડીમાં પૂરી દેવાયા હતા. જ્યાં બેસુમાર માર મારી તેઓને ‘જન્નત-નશીન’ કરી દેવાયા હતા.

ઈરાનના સત્તાધીશો રસૂલોફને કરાયેલી સજા વિષે કશું કહેવા તૈયાર નથી. પરંતુ રસૂલોફ અને તેઓના સાથીઓએ એક પત્ર દ્વારા સત્તાધીશોને વિનંતિ કરી છે કે, તેમણે કલાકારો પ્રત્યે કઠોર વલણ દાખવવું ન જોઈએ.ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં ઈરાનનાં દક્ષિણ પશ્ચિમનાં શહેર આબાદાનમાં એક મકાન તૂટી પડતાં ૨૯ લોકો માર્યા ગયા હતા. આ દુર્ઘટના પછી અચાનક જ ઈરાનના સત્તાધીશો, કલાકારો, રમતવીરો, લોકપ્રિય હસ્તીઓ અને અન્ય કેટલાએને બોલાવી પ્રશ્નો પૂછી જેલ ભેગા કર્યા હતા.આ નિવેદન ઉપર સહી કરવા માટે જ રસૂલોફને આ સજા કરાઈ છે તેમ તેઓા વકીલ બાબક પાડ્ડનિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, કેટલાંક નિવેદનો તેમના ટ્વિટ્સ અને કેટલીક સમાજ સુધારણા પ્રવૃત્તિઓને સત્તાધીશો રાષ્ટ્રીય સલામતી વિરૂદ્ધની કહી આવા પગલાં લઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular