નાણાં વધ્યા કે ઘટ્યા? : સ્વિત્ઝર્લેન્ડની બેન્કોમાં ભારતીયોનાં જમા નાણાંમાં 2019થી ઘટાડો નોંધાયો : નાણા મંત્રાલય

0
0

કેન્દ્રીય નાણા મંત્રાલયે શનિવારે કહ્યું કે, સ્વિત્ઝર્લેન્ડની બેન્કોમાં ભારતીય ગ્રાહકોના જમા નાણામાં 2019થી ઘટાડો નોંધાયો છે. મંત્રાલયે એ અહેવાલો ફગાવી દીધા છે, જેમાં કહેવાયું હતું કે સ્વિસ બેન્કોમાં ભારતીયોનું નાણું 13 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે.

આ આંકડો 2020માં 2.55 અબજ સ્વિસ ફ્રેંક એટલે કે રૂ. 20,700 કરોડ સુધી પહોંચી ગયો છે. આ અહેવાલો મુદ્દે મંત્રાલયે કહ્યું છે કે, ભારતીયોનું નાણું સ્વિસ બેન્કોમાં અડધું થઈ ગયું છે. જોકે, મંત્રાલયે કોઈ ચોક્કસ આંકડો નથી આપ્યો, પરંતુ એટલું જરૂર કહ્યું છે કે, સરકાર બારીકાઈથી તેની તપાસ કરશે.

આ સાથે એ પણ તપાસ કરશે કે, નાણું વધવા સંબંધિત અહેવાલોમાં કેટલી સત્યતા છે અને તેના સંભવિત કારણ શું છે? આ અંગે સ્વિસ બેન્કોના અધિકારીઓ પાસે રિપોર્ટ પણ મંગાવાયો છે. નાણા મંત્રાલયના મતે, આ આંકડાથી સ્વિસ બેન્કોમાં જમા ભારતીયોના કાળા નાણાનો સંકેત નથી મળતો.

જમા નાણું વધવાના બીજાં કારણો હોઈ શકે!
મંત્રાલયે કહ્યું છે કે, સ્વિસ બેન્કોમાં ભારતીયોનું જમા નાણું વધવાના બીજા પણ કારણ છે. તેમાં ભારતીય કંપનીઓની વધતી વેપારી લેવડદેવડ, ભારતમાં સ્વિસ બેંકની શાખાઓનો વ્યાપ વધવો વગેરે સામેલ છે. સ્વિસ અને ભારતીય બેન્કો વચ્ચેની લેવડદેવડ વધી તે પણ મહત્ત્વનું કારણ છે. સ્વિસ નેશનલ બેંકના આંકડા પ્રમાણે ભારતીય ગ્રાહકોનું સ્વિસ બેંકમાં જમા નાણું 2019ના અંત સુધી 89.9 કરોડ સ્વિસ ફ્રેંક એટલે કે રૂ. 6,625 કરોડ હતું, પરંતુ 2020માં તેમાં વધારો થયો અને બે વર્ષના સતત ઘટાડા પછી આ વલણ બદલાયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here