લોન ગોટાળો : યસ બેન્કના સ્થાપક રાણા કપૂર અને તેના પરિવાર સામે મની લોન્ડરિંગના આરોપ હેઠળ ચાર્જશીટ ફાઈલ થઇ

0
3

મુંબઈ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) યસ બેન્કના સ્થાપક રાણા કપૂર અને તેના પરિવાર વિરુદ્ધ મુંબઈમાં મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળની વિશેષ અદાલતમાં પ્રથમ ચાર્જશીટ ફાઇલ કરી છે. આ ચાર્જશીટમાં રાણા કપૂર, 3 પુત્રીઓ રાખી કપુર, રોશની, રાધા કપૂર, તેમની પત્ની બિંદુ કપૂર અને તેમની કંપનીઓ મોર્ગન ક્રેડિટ, આરએબી એન્ટરપ્રાઇઝ વગેરેનોના નામ પણ ઉમેરવામાં આવ્યા છે.

રાણા કપૂરની 8 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી

આ સમગ્ર મામલામાં ફાયદો કરનારાઓને આરોપી બનાવવામાં આવશે. EDનો આરોપ છે કે તેમની કંપનીઓ સાથે રાણા કપૂર અને તેના પરિવારને ફાયદો થયો છે. યસ બેંકે 2018માં DHFL સાથે ટ્રાન્ઝેક્શન કર્યું હતું, જેમાં સીબીઆઈ તપાસ કરી રહી હતી. જ્યારે ED મની લોન્ડરિંગની તપાસ કરી રહી હતી. 8 માર્ચે EDએ પૂછપરછ બાદ રાણા કપૂરની ધરપકડ કરી હતી. ઇડીએ અત્યાર સુધીમાં રાણા કપૂર, તેના પરિવાર અને અન્ય કંપનીઓ સાથે જોડાયેલા 168 બેંક ખાતાઓને એટેચ્ડ કર્યા છે, જેમાંથી રૂ. 52 કરોડ મળ્યા હતા.

પ્રિયંકા ગાંધીએ રાણા કપૂરને 2 કરોડમાં પેઇન્ટિંગ વેચી હતી
માહિતી અનુસાર, પ્રથમ ચાર્જશીટમાં કુલ રૂ. 5,050 કરોડનો ચાર્જ હોઈ શકે છે. EDએ  રૂ. 3 કરોડના મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ, એમ.એફ.હુસેન દ્વારા રાજીવ ગાંધીની પેઇન્ટિંગ તેમજ કુલ રૂ. 4 કરોડની પેઇન્ટિંગ્સ પણ એટેચ્ડ કરી છે. આ પેઇન્ટિંગને પ્રિયંકા ગાંધી વાડ્રાએ 2010માં રાણા કપૂરને 2 કરોડમાં વેચી હતી.

મોટાભાગની લોન DHFLને આપવામાં આવી હતી

ચાર્જીસ મુજબ, રાણા કપૂર જ્યારે યસ બેંકના એમડી અને સીઈઓ હતા તે સમય દરમિયાન (એપ્રિલ-જૂન 2018) તેમણે DHFLને રૂ. 3,700 કરોડની લોન આપી હતી. તેમાંથી, DHFLએ રાણા કપૂરના પરિવારની 100% માલિકીની કંપની ડ્યુટ અર્બન વેન્ચર્સને રૂ. 600 કરોડની લોન આપી હતી. આ કંપનીનું નામ રાણા કપૂરની પુત્રી રોશની કપૂર અને રાધા કપૂરના નામ પર રાખવામાં આવ્યું છે. ED અનુસાર, આ લોન બે સંપત્તિને કોલેટરલ તરીકે આપવામાં આવી હતી. આ જમીનની વાસ્તવિક કિંમત આશરે રૂ. 39.66 કરોડ છે, પરંતુ તેને વધારીને રૂ. 735 કરોડ બતાવવામાં આવી છે.

ભાવિ ભાવોના આધારે કૃષિ જમીન પર લોન આપવામાં આવી

EDના આરોપો મુજબ ઉપરોક્ત જમીન ખેતીની જમીન હતી. પરંતુ ભવિષ્યમાં તેને રહેણાંક જમીન કહીને તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. આ જમીનમાંથી 7.79 એકર જમીન અલીબાગમાં અને 91.63 એકર જમીન રાયગઢમાં છે. DHFLએ તેની કિંમત રૂ. 485 કરોડ બતાવી છે. આવી જ રીતે યસ બેન્કે DHFL જૂથની કંપની બેલીફ રિયલ્ટર્સને રૂ. 750 કરોડ આપ્યા હતા. DHFLની બીજી કંપની આધાર હાઉસિંગને પણ રૂ. 1,200 કરોડની લોન આપવામાં આવી હતી.

RBIએ વિશેષ ઓડિટ કરીને લોન અટકાવી દીધી હતી

ખરેખર બેલિફ રિયલ્ટર્સને 27 સપ્ટેમ્બર 2018ના રોજ લોન આપવામાં આવી હતી. ઓગસ્ટ 2018ની શરૂઆતમાં, એમસીસી એટલે કે મેનેજમેન્ટ ક્રેડિટ સમિતિએ આ કંપની માટે રૂ. 950 કરોડની વધારાની લોનને મંજૂરી આપી હતી. લોનની રકમ કુલ રૂ. 1700 કરોડ થવાની હોવાથી તેને બોર્ડ ક્રેડિટ સમિતિની મંજૂરીની જરૂર હતી. પરંતુ બેઠકમાં તેની ચર્ચા થઈ નહીં. 29 ઓગસ્ટ 2018 ના એમસીસીએ આરકેડબલ્યુ ડેવલપર્સને રૂ. 950 કરોડની લોન આપી. જ્યારે એમસીસીએ લોન દસ્તાવેજ પૂર્ણ કર્યા વિના લોનને મંજૂરી આપી ત્યારે આ લોન ઘેરામાં આવી હતી. દરમિયાન, રિઝર્વ બેંકે વિશેષ ઓડિટ કરવાનું નક્કી કર્યું અને તે પછી આરકેડબ્લ્યુની આ લોન રદ કરવામાં આવી.

યસ બેંકે જે કંપનીઓને લોન આપી હતી તેમાંથી ઘણી લોન એનપીએ બની હતી. આમાં મુખ્યત્વે અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ, એસેલ ગ્રુપ, કોક્સ એન્ડ કિંગ્સ, રેડીયસ ડેવલપર્સ, સહાના ડેવલપર્સ, ઓમકાર ગ્રુપ, અવંથા ગ્રુપ વગેરેનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here