મોનસૂન 2020 – ગઢડામાં મેઘો ઓળઘોળ, ગુરૂવારે 45 મિનિટમાં2 ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ જળ બંબાકાર

0
0
ગઢટામાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા.

સીએન 24,ગુજરાત

રાજકોટશુક્રવારે ગઢડા શહેર અને પંથકમાં અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા પોણા કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ જળ બંબાકાર થઇ ગયા હતાં. જીનનાકા વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ પર પડેલા ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતાં. છેલ્લા 24 કલાકમાં ગઢડામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે.

ગઢડા શહેરમાં છેલ્લા આઠ દિવસથી મુશળધાર વરસાદ પડે છે. જેના કારણે તાલુકાના નાના મોટા ચેકડેમો, નદી નાળા છલકાયા છે. ત્યારે આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં પોણા કલાકમાં બે ઈંચ વરસાદ પડતાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here