Friday, March 29, 2024
Homeચોમાસુ : 125 તાલુકાઓમાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Array

ચોમાસુ : 125 તાલુકાઓમાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

- Advertisement -

રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 5.31 ઈંચ સાથે મોસમનો સરેરાશ 19.63 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 15 જુલાઇ સુધીમાં 7.91 ઈંચ સાથે મોસમનો 28.72 ટકા વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં સીઝનનો 20.72 ટકા વરસાદ

સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો ગઈકાલ સુધીમાં કુલ 20.72 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ 25.21 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીની સીઝનનો 18.67 ટકા, મધ્ય ગુજરાતમાં 19.63 ટકા, સૌરાષ્ટ્રમાં 21.39 ટકા,દક્ષિણ ગુજરાતમાં 20.67 ટકા જેટલો વરસાદ થયો છે. તે ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 125 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં સૌથી વધુ 9.05 ઈંચ વરસાદ નોંધાયો
અમદાવાદ જિલ્લામાંથી અત્યાર સુધી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 9.05 જ્યારે વિરમગામમાં સૌથી ઓછો 2.67 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્યત્ર ધંધુકામાં 8.66 ધોળકામાં 5.39, બાવળામાં 5.11, દસક્રોઇમાં 4.72 માંડલમાં 3.77 અને ધોલેરા-દેત્રોજમાં 2.79 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારસુધી 6.64 ઈંચ સાથે મોસમનો 20.09 વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 15 જુલાઇ સુધી 10.87 ઈંચ સાથે મોસમનો 33.23 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.

આગામી ત્રણ દિવસ અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના
આગામી ત્રણ દિવસ અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના

આગામી ત્રણ દિવસ અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, નવસારી, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારે જ્યારે રાજ્યમાં અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 36 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં માત્ર હળવા વરસાદની જ સંભાવના છે.

​​​​​​​

ગુજરાતના જળાશયોમાં પાણીના સંગ્રહની સ્થિતિ
ગુજરાતના જળાશયોમાં પાણીના સંગ્રહની સ્થિતિ

ગુજરાતના જળાશયોમાં માત્ર 36 ટકા જ પાણી
ગુજરાતના 206 જળાશયોમાં હાલમાં પાણીનો 201918 MCFT સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 36.22 ટકા છે. સરદાર સરોવર જળાશયમાં હાલ 144322 MCFT પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 36.22 ટકા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular