Sunday, February 16, 2025
Homeચોમાસું : વડોદરા- છોટાઉદેપુરમાં મેઘ મહેર, કરજણમાં 4 અને ડભોઈમાં 3.7...
Array

ચોમાસું : વડોદરા- છોટાઉદેપુરમાં મેઘ મહેર, કરજણમાં 4 અને ડભોઈમાં 3.7 ઈંચ વરસાદ

- Advertisement -

વડોદરા: છોટાઉદેપુરગત રાત્રીના સમગ્ર તાલુકામાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સૌથી વધારે વરસાદ ક્વાંટમાં 59 મીમી નોંધાયો હોવાનું કંટ્રોલ દ્વારા જાણવા મળી રહ્યું છે. છોટાઉદેપુરમાં 3 મીમી, નસવાડીમાં 2 મીમી, બોડેલીમાં 13 મીમી, પાવી જેતપુરમાં 29 મીમી, સંખેડામાં 15 મીમી વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. જિલ્લામાં ચાલુ સિઝનનો સૌથી વધારે વરસાદ પાવીજેતપુર તાલુકાનો 136 મીમી વરસાદ છે. કરજણમાં 4 અને ડભોઈમાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનો કુલ વરસાદ 565 મીમી નોંધાયો છે.

કરજણમાં 4 ઈંચ વરસાદ:કરજણ તાલુકામાં સવારે વહેલી સવારથી શરૂ થયેલા સાંજ વરસ્યો હતો. આમ સવારથી સાંજ સુધી 12 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. ડભોઇ તાલુકામાં વરસાદે સાંબેલાધાર બેટિંગ કરતા 3.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વાઘોડિયા 1.8 અને પાદરામાં 1.5 ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. જોકે સતત વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીમાંથી રાહત સાંપડી હતી.

કોઝવે પર પાણી વહેતા વિદ્યાર્થીઓ ફસાયા: પાવી જેતપુર તાલુકાનાં કદવાલ વિસ્તારના ભાભર ગામે એક કાચા મકાનની દીવાલ ધરાસાયી થતાં એક મહિલાનુ દબાઇ જતા મોત નીપજ્યું હતું. સંખેડા તાલુકાના જૂના છુછાપુરાથી ભદ્રાલી વસાહત વચ્ચે આવેલા કોતર ઉપર પાણી ફરી વળતા લોકો દોરડાના સહારે આવવા જવા મજબૂર બન્યા છે. એક મોટરસાઇકલ પણ અત્રે કોતરમાં તણાઈ ગઇ હતી. તેવી જ રીતે વડોદરા જિલ્લામાં મેઘ મહેર યથાવત રહી હતી. બોડેલી તાલુકાનાં રણભૂન અને પાટીયા ગામ વચ્ચેનાં કોઝવે પરથી પાણી વહેતા વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular