દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ સક્રિય થયું છે. મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબમાં પણ વરસાદ વરસ્યો છે. તો રાજસ્થાનના પણ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.રાજસ્થાનના તમામ વિસ્તારોમાં પણ ચોમાસુ સક્રિય થતા લોકોને ગરમીથી રાહત મળી છે. બીજી તરફ, જમ્મૂમાં પણ ચોમાસુ સક્રિય થયું છે. જમ્મૂમાં આ વર્ષે ચોમાસુ એક સપ્તાહ મોડુ બેસ્યું છે. એક સપ્તાહના વિલંબન બાદ જમ્મૂમાં વરસાદ થતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે.તો વરસાદ બાદ પહાડી વિસ્તારની સુંદરતામાં પણ વધારો થયો છે. તમામ રાજ્યોમાં વરસાદ થતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. તો મુંબઈમાં ગયા સપ્તાહે થયેલા વરસાદના પગલે મુંબઈની ગતિ ધીમી પડી ગઈ હતી. રેલ સેવા અને હવાઈ સેવાને પણ ભારે અસર થઈ હતી. મુંબઈમાં એક સપ્તાહમાં સિઝનનો કુલ 50 ટકા વરસાદ નોંધાયો છે.