Tuesday, September 21, 2021
Homeસંસદનું ચોમાસુ સત્ર : લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં એકપણ દિવસ યોગ્ય...
Array

સંસદનું ચોમાસુ સત્ર : લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં એકપણ દિવસ યોગ્ય રીતે કામ થયું નથી

સંસદના ચોમાસુ સત્રમાં અત્યારસુધી ઘણો હોબાળો જોવા મળ્યો છે. સત્રના પ્રથમ સપ્તાહમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં એકપણ દિવસ યોગ્ય રીતે કામ થયું નથી. સોમવારે પણ બંને ગૃહમાં હોબાળો જ થવાની શક્યતા છે. પેગાસસ જાસૂસી,ખેડૂત આંદોલન અને મીડિયા પર દરોડા વિશે વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહી છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા આપવામાં આવેલી નોટિસ પ્રમાણે, સરકારે આ સપ્તાહની કાર્યવાહી માટે પાંચ બિલની યાદી બનાવી છે. એમાં હોમિયોપેથી કેન્દ્રીય પરિષદ (સંશોધન) બિલ, ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ (સંશોધન) બિલ, રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગ (સંશોધન) બિલ, નાદારી અને દેવાળું સંહિતા (સંશોધન) બિલ અને જરૂરી રક્ષા સેવા બિલ સામેલ છે.

ફરી રાજ્યસભા-લોકસભાની કાર્યવાહી ઠપ
આજે ફરી હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષ સતત પેગાસસ મુદ્દે તપાસની માગણી કરી રહ્યું છે. આ દરમિયાન ખૂબ નારેબાજી પણ કરવામાં આવી છે.

ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ આજે ખેડૂતોના સમર્થનમાં ટ્રેક્ટર ચલાવ્યું હતું. તેઓ ટ્રેક્ટર ચલાવીને જ સંસદ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ ખેડૂતોનો સંદેશ લઈને જઈ રહ્યા છે. સરકારે ખેડૂતોનો અવાજ સાંભળવો જોઈએ. સરકાર ખેડૂતોનો હક છીનવી રહી છે. તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.

પેગાસસ મુદ્દે વિપક્ષે નોટિસ આપી
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં પેગાસસ પ્રોજેક્ટ રિપોર્ટ પર ચર્ચા કરવા માટે સ્થગન પ્રસ્તાવ નોટિસ મોકલી છે. કોંગ્રેસના જ સંસદ મણિકમ ટાગોરે પણ સરકાર તરફથી પેગાસસ સ્પાયવેરના કથિત ઉપયોગ પર ચર્ચા માટે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ નોટિસ મોકલી છે. એ ઉપરાંત ડીએમકે સાંસદ તિરુચિ સિવાએ પણ રાજ્યસભામાં કાર્ય સ્થગન પ્રસ્તાવ નોટિસ મોકલી છે. આ નોટિસ પેગાસસ મુદ્દે ચર્ચા માટે મોકલવામાં આવી છે.

શુક્રવારે સમગ્ર સેશનમાંથી સસ્પેન્ડ કરાયા TMC સાંસદ શાંતનુ સેન
આ પહેલાં શુક્રવારે તૃણમૂલ સાંસદ શાંતનુ સેનને સમગ્ર સેશનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં આઈટીમંત્રી અશ્વિની વૈષ્ણવ પાસેથી ડોક્યુમેન્ટ ઝૂંટવી લેવાને કારણે તેમની સામે આ પગલાં લેવામાં આવ્યાં છે. 19 જુલાઈથી સંસદમાં ચોમાસુ સત્રની શરૂઆત થઈ છે. ત્યારથી રાજ્યસભા અને લોકસભામાં વારંવાર થતા હોબાળાને કારણે એને સ્થગિત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments