Saturday, April 20, 2024
Homeચોમાસુ : મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શનિવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પહોંચ્યું
Array

ચોમાસુ : મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શનિવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પહોંચ્યું

- Advertisement -

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શનિવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પહોંચ્યું હતું. આ કારણે બંને રાજ્યોના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અપેક્ષા મુજબ રહ્યું. તે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રત્નાગિરિ જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું હતું. તેના કારણે દક્ષિણ કર્ણાટક જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. ચોમાસાની આગળ વધવા માટે હવામાન અનુકૂળ છે. તે મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધી શકે છે.

IMDના જણાવ્યા અનુસાર ચોમાસુ આગામી 48 કલાકમાં ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગણા, તામિલનાડુ અને ઉત્તરપૂર્વના ભાગોમાં પહોંચી શકે છે. દક્ષિણ મહારાષ્ટ્રથી કેરળ સુધી વિસ્તરિત છે. આમાંથી નીચાણવાળા દરિયાકાંઠે પણ ભારે પવનની આશંકા છે.

IMD અનુસાર આગામી 24 કલાકમાં કેરળ, તામિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વીજળીના કડાકા સાથે અને ભારે પવનની શક્યતા છે. હવામાન ખાતાએ પહેલા જ જણાવ્યું છે કે ચોમાસુ મધ્ય ભારતમાં સામાન્યથી વધુ અને પૂર્વ, પૂર્વોત્તરમાં સામાન્યથી ઓછું રહેશે.

આગામી 24 કલાકમાં કેરળ, તામિલનાડુ અને કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજસ્થાન: જૂનના અંત સુધીમાં પહોંચશે ચોમાસુ
રાજસ્થાનમાં ચોમાસાની એન્ટ્રી જૂનના અંત સુધીમાં થશે. જો કે, તે પહેલા ભારે પ્રિ-મોનસૂન વરસાદ પડી રહ્યો છે. શનિવારે પણ જયપુર, બિકાનેર સહિતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. બીકાનેરમાં 13.0, પીલાણી 6.1, સીકરમાં 2.0 મીમી વરસાદ નોંધાયો હતો. આને કારણે, પારો જે 50 ની નજીક રહેતો હતો તે 40 ડિગ્રીની નજીક આવી ગયો છે. શનિવારે માત્ર 7 શહેરોમાં દિવસનું તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું છે. પાલી 41.5 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું હતું.

છત્તીસગઢ: એક કે બે સ્થળે હળવા વરસાદની સંભાવના છે
લાલપુર હવામાન કેન્દ્રના હવામાનશાસ્ત્રી એચ.પી.ચંદ્રના જણાવ્યા અનુસાર ચોમાસું 15 જૂન સુધીમાં સરેરાશ રાયપુર સહિત અડધા છત્તીસગઢમાં પહોંચશે.. આથી ત્રણ ચાર દિવસ પહેલા પ્રિ-મોનસુન વરસાદ શરૂ થઈ જાય છે. 6 જૂને રાજ્યમાં એક કે બે સ્થળે હળવા વરસાદ અથવા વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે. એક કે બે જગ્યાએ વાવાઝોડા અને વીજળી પડવાની પણ સંભાવના છે.

11 જૂને મુંબઈ અને 27 જૂને દિલ્હી પહોંચી શકે છે ચોમાસુ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી બે દિવસમાં દક્ષિણ અરબી સમુદ્ર અને મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં, કેરળના ભાગમાં, લક્ષદ્વીપ, તમિળનાડુના કેટલાક ભાગો, પુડુચેરી,અને કર્ણાટકના દક્ષિણી ભાગો, રાયલસીમા અને બંગાળની દક્ષિણ અને મધ્ય ખાડી તરફ આગળ વધશે. સામાન્ય રીતે, મુંબઈમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 11 જૂન, દિલ્હીમાં 27 જૂન, ચંદીગઢમાં 28 જૂન અને બાડમેરમાં 5 જુલાઈ છે.

6 જૂને છત્તીસગઢમાં એક કે બે સ્થળે હળવો કે વીજળીના કડાકા સાથે વરસાદ પાડવાની શક્યતા છે.

3 જૂને કેરલ પહોંચ્યું હતું ચોમાસુ
ગુરુવારે ચોમાસાએ કેરળમાં એન્ટ્રી કરી દીધી હતી. તેના તમામ અનુમાનો પૂરા થયા બાદ હવામાન વિભાગે કેરળમાં ચોમાસાના આગમનની જાહેરાત કરી હતી. આ વખતે ચોમાસુ 2 દિવસ મોડું છે. દક્ષિણપશ્ચિમ કેરળમાં ચોમાસાના આગમનની શરતો થોડા દિવસો પહેલા શરૂ થઈ ગઈ હતી. હવામાન વિભાગ (IMD)નો અંદાજ છે કે આ વખતે વરસાદ સામાન્ય કરતા 101% સારો રહેશે. તેથી 4% ઓછો અથવા વધુ પાડવાની શક્યતાઓ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular