વાંકાનેર : પોલીસ પકડથી દૂર સોમાણીને બચાવવા ભાજપ મેદાને, લોકોએ ડોક્ટરને બરતરફ કરવા માંગ કરી

0
19

મોરબી:પોલીસ પકડથી દૂર સોમાણીને બચાવવા માટે ભાજપ મેદાનમાં ઉતર્યું છે. વાંકાનેરમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર ગોસાઈને ફરજમાં બેદરકારી દાખવવાનાં વિરોધમાં વિશાળ રેલી યોજી બરતરફ કરવાની માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જીતુભાઈ સોમાણીનાં સમર્થનમાં શહેર ભાજપનાં અગ્રણીઓ, હોદ્દેદારો, પાલિકા પ્રમુખ સહિતના વિવિધ વેપારી સંગઠનો તેમજ ડોક્ટર ગોસાઈનાં મનસ્વી વલણનો ભોગ બનનાર વિધવા મહિલાઓ તથા પેન્શનર વૃદ્ધઓ વગેરે આ રેલીમાં જોડાયા હતા અને ડોક્ટરને બરતરફ કરવા માંગ કરી હતી.

ડોક્ટરને નોકરીમાંથી બરતરફ કરવાની માંગણી
આ રેલી શહેરનાં માર્કટ ચોક ખાતેથી સેવા સદન ખાતે પગપાળા ચાલીને નીકળી હતી. શહેર પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રેલી સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સેવા સદન ખાતે પ્રાંત અધિકારી એન.એફ વસાવાને આવેદનપત્ર આપી મૌખિક રજુઆતો કરી હતી કે ડોક્ટર ગોસાઈને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે. પ્રાંત અધિકારી વસાવાએ રેલી સ્વરૂપે આવેલા તમામ લોકોની માંગણીને સરકાર સુધી પહોંચાડવાની હૈયાધારણા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here