મોરબી : મચ્છુ-3માં માછીમારી કરવા ગયેલા 3 યુવાન ડૂબ્યાં, 1નું મોત, બાબરામાં ખાડામાં ન્હાવા ગયેલી બાળકીનું મોત

0
48

મોરબી: મોરબીનાં ટીમ્બડી ગામ નજીક આવેલા મચ્છુ-3 ડેમમાં વધારવા ગામમાં રહેતા મૂળ છોટાઉદેપુર જિલ્લાનાં સાવલી ગામના કાકા બાપાના ભાઈ અને મિત્રો સહિત 5 લોકો શુક્રવારે સાંજે માછીમારી કરવા ગયા હતા. ત્રણ યુવાન માછીમારી કરતા હતા જ્યારે બે યુવાન કિનારે બેઠા હતા. દરમિયાન અકસ્માતે વિનોદ પારસિંગભાઇ નાયક નામનો યુવાન ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. બાકીના બે યુવાન તરીને બહાર આવી ગયા હતા.

બાબરામાં ન્હાવા ગયેલી દેવીપૂજક બાળકીનું ડુબી જતાં મોત

બાબરામાં કમળશી હાઈસ્કૂલ પાસે રહેતા અને મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દિલીપભાઈ ચારોલીયાની દીકરી દયા (ઉ.વ. ૧૦) અહીં પોતાની બે-ત્રણ બહેનપણીઓ સાથે શહેરમાં આવેલ વ્હોરા સમાજના કબ્રસ્તાન નજીક આવેલ પાણીના ખાડામાં ન્હાવા જતા અકસ્માતે ડૂબી ગઇ હતી. બનાવની જાણ આસપાસના લોકોમાં થતાં દોડાદોડી થઈ ગઇ હતી. ઘટનાને પગલે પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બાળકીને બહાર કાઢવામાં આવી હતી. આ બાળકીને તાત્કાલિક બાબરાના સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા દેવીપૂજક પરિવાર ભાંગી પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here