Saturday, September 18, 2021
Homeમોરબી : શ્રમિક પરિવારની સગીરાના અપહરણ બાદ બળાત્કાર કરી ગર્ભવતી બનાવી દીધી
Array

મોરબી : શ્રમિક પરિવારની સગીરાના અપહરણ બાદ બળાત્કાર કરી ગર્ભવતી બનાવી દીધી

મોરબીમાં મજૂરી માટે આવતા એક શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને એક શખ્સ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. બાદમાં તેની સાથે આરોપીએ વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગેની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.

લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી હતી

બનાવની મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી દુષ્કર્મના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો પરપ્રાંતીય પરિવાર ગત જાન્યુઆરી માસમાં પોતાના વતનને જવા માટે નીકળ્યો હતો. દરમિયાન મોરબી નજીક આ પરિવારની સગીર વયની દીકરી પાણી પીવાનું કહીને નીકળી ગયા બાદ પરત આવી ન હતી. પરિવારની જાત તપાસ કરતા તેમની સગીર વયની દીકરીને 6 મહિના પહેલા આરોપી ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડા લગ્નની લાલચ આપીને અપહરણ કરી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ સગીરનું અપહરણ કરીને તેણીને હવસનો શિકાર બનાવી હતી અને વારંવાર દુષ્કર્મ આચારીને સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી.

પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી

બાદમાં સગીરા ગ્રામ્ય વિસ્તારમાંથી ગર્ભવતી હાલતમાં મળી આવતા આ આરોપીનો ભાંડો ફૂટતા સગીરાના પિતાએ આરોપી સામે દુષ્કર્મની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ આધારે બી ડિવિઝન પી.આઈ વિરલ પટેલ અને સ્ટાફે ગણતરીની કલાકોમાં આરોપી ધર્મેન્દ્ર મેડાને ઝડપી લીધો હતો અને તેનો મેડિકલ ટેસ્ટ તેમજ કોરોના ટેસ્ટ અંગે તજવીજ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments