મોરબી ACBએ સીટી મામલતદાર ઓફિસના સર્કલ ઓફિસરને 1 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડયા

0
0

મોરબીના વિશિપરા ખાતે સીટી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર રૂપિયા 1 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયા છે. સર્કલ ઓફિસરે અરજદાર પાસેથી કાયેદેસરની વારસાઈ નોંધવા માટે લાંચની માંગણી કરી હતી. પરંતુ અરજદારે ACBને જાણ કરતાં ACBએ સર્કલ ઓફિસરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

ACBએ છટકુ ગોઠવી રંગેહાથ ઝડપી પાડ્યા

મોરબીમાં સીટી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર જુવાનસિંહ ખેરે અરજદાર પાસેથી કાયદેસરની વારસાઈની નોંધ કરવા રૂપિયા 2000ની માંગણી કરી હતી. જોકે અંતે રૂ. 1000 આપવાનું નક્કી થયું હતું. જેથી અરજદારે ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજે બપોરે મામલતદાર કચેરી ખાતે અરજદાર પાસેથી 1 હજાર રૂપિયાની લાંચ લેતા સર્કલ ઓફીસર જુવાનસિંહ ખેર ACBના હાથે ઝડપાઈ ગયા હતા. ACBએ લાંચ લેનાર ઓફિસરની ધરપકડ કરી લાંચની રકમ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાંચની રકમ ન મળતા નોંધ પ્રમાણિત કરતા ન હતાં

મહત્વનું છે કે મોરબી સિટી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનાં મૂળીનાં દુધઇ ગામના વતની જુવાનસિંહ રતનસિંહ ખેરે અરજદાર પાસેથી વારસાઈ નોંધ પ્રમાણિત કરવા રૂ. 2000ની માંગણી કરી હતી અને તે ન મળતા એન કેન પ્રકારનાં બહાના કરી નોંધ પ્રમાણિત કરતા ન હતા. ત્યારે આજે ACBએ છટકુ ગોઠવી ઝડપી પાડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here