મોરબી પંથકમાં તસ્કરોને મોકળુ મેદાનઃ બે સ્થળેથી ૧૫.૧૨ લાખની મતાની ચોરી

0
41

મોરબી પંથકમાં તસ્કરો બેફામ બની ગયા હોય તેમ એક બાદ એક ચોરીની દ્યટનાને અંજામ આપી રહ્યા છે મોરબીમાં વધુ બેં સ્થળે ચોરીના બનાવમાં તસ્કરો ૧૫.૧૨ લાખની મતા ચોરી કરી ગયા છે.

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી હિતેશકુમાર ભીખુભા જાડેજા રહે મહેન્દ્રપરા મોરબી વાળા જે રાજકોટ ડીવીઝન વર્કશોપ એસટી વિભાગમાં નોકરી કરે છે તેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૮ ના રાત્રીના તે પરિવાર સાથે કચ્છથી પરત આવ્યા બાદ તેનો દીકરો રાજવીર ફિલ્મ જોવા જવાનું કહીને ગયો હતો અને રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે પતિ પત્ની દ્યરે હોય જે સુઈ ગયા હતા અને બાદ મોડી રાત્રીના એકાદ વાગ્યે પુત્ર દ્યરે પરત ફરતા દ્યરમાં ચોરી થયાનું માલૂમ પડતા પુત્રે માતાપિતાને જગાડ્યા હતા અને તપાસ કરતા દ્યરમાંથી સોનાના સાંકળા કીમત રૂ ૯૦ હજાર, સોનાનો સેટ કીમત રૂ ૯૦ હજાર, સોનાની લગડી કીમત રૂ ૧.૨૦ લાખ, પેન્ડલ સેટ કીમત રૂ ૬૦,૦૦૦ સોનાની માળા કી. ૬૦,૦૦૦ તેમજ અન્ય સોનાના દાગીના અને ચાંદીના ૧૫-૨૦ સિક્કા અને રોકડ રકમ રૂ ૨૪,૦૦૦ અને એમઆઈ કંપનીનો મોબાઈલ સહીત કુલ રૂ ૫,૫૬,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા હતા.

બીજા બનાવમાં તસ્કરોએ ટીંબડી પાટિયા પાસે વચ્છરાજ ટાયર નામની દુકાનને નિશાન બનાવી હતી મૂળ પોરબંદરના રહેવાસી અને હાલ પાટીદાર ટાઉનશીપમાં રહેતા રમેશભાઈ ઉર્ફે કાનાભાઈ માલદેભાઈ ગોઢાંણીયાની ટાયરની દુકાનમાંથી તસ્કરો પ૫ થી વધુ નવા કંપનીના ટાયર ચોરી કરી ગયા છે જેની કીમત ૯.૫૬ લાખ જેટલી થવા જાય છે તો ટાયર જેવા મસમોટા મુદામાલની ચોરીના બનાવની જાણ થતા તાલુકા પીએસઆઈ એમ વી પટેલ સહિતની ટીમે સ્થળ પર મુલાકાત કરીને ચોરીના બનાવની તપાસ હાથ ધરી છે.

તસ્કરોએ ટાયર દુકાનને નિશાન બનાવી ૫૫ નવા ટાયરની ચોરી કરી છે ત્યારે લાખોની કિમતના ટાયર ચોરવા આવેલા તસ્કરોએ પહેલાથી રેકી કરી હતી કે શું કારણકે ટાયર દુકાનને સાફ કરી ટાયર જેવો મુદામાલ સાથે લાવેલા વાહનમાં ભરવામાં પણ સારો એવો સમય અને શ્રમ માંગી લે તેવું કામ છે અને આખી દુકાનમાંથી ટાયર કાઢીને ગાડીમાં ભરી તસ્કરો આરામથી નીકળી શકયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here