મોરબી નગરપાલિકાની ચાર મહિના બાદ ગઇકાલે સામાન્ય સભા મળી હતી. જેમાં ભાજપના 20 અને કોંગ્રેસના 24 સભ્યોએ હાજરી આપી હતી. જનરલ બોર્ડમાં શરૂઆતથી જ ભાજપના જયરાજસિંહ સહિતના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.મોરબી નગરપાલિકા પ્રમુખે એક નંબરનો એજન્ડા પેન્ડિંગ રાખીને બાકીના એજન્ડા ઉપર એક સાથે મતદાન કરવાનું કહેતા ભાજપે વિરોધ કર્યો હતો. આ સાથે ભાજપના સભ્યોએ કોંગ્રેસ શાસિત નગરપાલિકા પાણી સફાઈ સહિતના પ્રશ્ને નિષ્ફળ ગયાનું આક્ષેપ કર્યો હતો. જો કે ચીફ ઓફિસર અને કર્મચારિઓ કોંગ્રેસ તરફી હોવાનું જણાવી ભારે ઉગ્ર વિરોધ કર્યો હતો.કોંગ્રેસ શાસિત મોરબી નગરપાલિકામાં ગઇકાલે ચાર મહિના બાદ સામાન્ય સભા મળી હતી. જેમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો આમને સામને જોવા મળ્યાં હતાં. સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ભાજપના કાઉન્સિલરે પોતાનો શર્ટ કાઢી વિરોધ કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.ભાજપના સભ્યોએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને કર્મચારીઓ કોંગ્રેસ તરફી હોવાનો આરોપ લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. ગઇકાલે મોરબી નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પાલિકાનું 242.71 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ નગરપાલિકા પાણી સફાઇ સહિતના પ્રશ્ને નિષ્ફળ ગઇ હોવાનો આક્ષેપ કર્યો.
આમ ગઇકાલે મોરબી નગરપાલિકાની ચાર મહિના બાદ મળેલી સામાન્ય સભામાં પાલિકાનું બજેટ મંજૂર કરાયું તેની સાથે-સાથે ભાજપના સભ્યોનો વિરોધ પણ જોવા મળ્યો. નગરપાલિકાની મળેલી આ સામાન્ય સભામાં ભાજપના 20 અને કોંગ્રેસના 24 સભ્યો હાજર રહ્યાં હતાં.