હળવદ : માર્કેટિંગયાર્ડ તેમજ ભવાનીનગર વિસ્તારમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા.

0
110
પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા સાહેબની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક બનો જોશી સાહેબે જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે દરમ્યાન હળવદ પોલીસે હળવદ માર્કેટિંગ યાર્ડ માં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા.
શ્રાવણ માસ શરૂ થતાની સાથે જિલ્લામાં જુગારની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. તેથી મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ આ જુગારની બદી નાબૂદ કરવા માટે કડક સૂચના આપતા હળવદના પી.આઇ એમ.આર સોલંકી સહિતના સ્ટાફ પેટ્રોલીગમાં હતો ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે અરવિંદભાઈ,  યોગેશ દાન ગઢવી, દેવેન્દ્રસિંહ ઝાલા,  બીપીનભાઈ પરમાર, સોમાભાઈ કલોતરા,  ચંદુભાઈ ઈનદરિયા, કિરીટભાઈ જાદવ અને વિપુલ ભાઈએ  સાથે મળી  હળવદ ટાઉન વિસ્તારમાં આવેલ માર્કેટીંગ યાર્ડમાં દુકાન નંબર 116 વિશ્વાસ ટ્રેડિંગ નામની દુકાનમાં દરોડો પાડતા જુગાર રમી રહેલા  (૧)હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા ઉવ.૩૯ રહે હળવદ આનંદપાર્ક(૨) કિશોરભાઇ બેચરભાઇ કાલરીયા ઉવ.૪૪ રહે હળવદ ગીરનારી નગર(૩) જશવતગીરી નરપતગીરી ગૌસ્વામી ઉવ.૫૭  હળવદ દરબાર નાકા(૪) હિતેશગીરી નર્ભયગીરી ગોસાઇ ઉવ.૪૦ હળવદ દરબાર નાકા(૫) જયેશભાઇ વાસુદેવભાઇ પટેલ ઉવ.૩૦ આનદ પાર્ક હળવદ(૬) સંદીપ ભાઇ પ્રવીણભાઇ પટેલ ઉવ.૩૨ રહે હળવદ આનંદ પાર્ક(૭) રમેશભાઇ કાનજીભાઇ પારેજીયા ઉવ.૩૮ રહે હળવદ કણબીપરા સહિતના સાત શખ્સોને ઝડપી લેવમાં આવ્યા છે જયારે જીતેન્દ્રભાઇ રમણીકભાઇ નારીયાણી રહે હળવદ વાળો નાસી જતા તેને ઝડપવા બાકી છે પોલીસ ત્યાંથી રૂપિયા ૫૫ હજાર રોકડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવમાં આવી છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here