હળવદ માં જન્માષ્ટમી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

0
39
 હળવદ માં,  માં જશોદાના લાલો ને વધાવવા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું છે શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા 29મી શોભાયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રા શહેરમાં આવેલ મોરબી દરવાજા ના રામજી મંદિરેથી પ્રસ્થાન થઇ શહેરના વિવિધ માર્ગો પર ફરશે આ શોભાયાત્રામાં જન્માષ્ટમી તહેવારો ને અનુરૂપ વિવિધ 15 જેટલા ફલોટ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત ડીજે બેન્ડવાજા ઢોલ નગારા સાથે શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આ તકે જન્માષ્ટમી શોભાયાત્રાના અધ્યક્ષ ડો મિલનભાઈ માલપરા જણાવ્યું હતું કે હળવદ તો એક છોટા કાશી તરીકે પ્રચલિત છે અહીં દરેક તહેવારોનો વિશેષ રીતના ઉજવવામાં આવતો હોછે. કાર્યકર્તાઓ દ્વારા શહેરના મુખ્ય માર્ગો સુશોભિત કરવા આવ્યા હતા. જેમાં શહેરની તમામ ધર્મ પ્રેમી જનતાને ઉત્સાહભેર જોડાવા આહ્વાન કર્યું હતું. સમગ્ર હળવદ શહેર કૃષ્ણમય બન્યું છે સમગ્ર શહેરીજનો ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા હરખઘેલા બન્યા હતા. ત્યારે આ શોભાયાત્રામાં દરેક સમાજના લોકો જોડાયા હતા .
રિપોર્ટર-રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here