હળવદ : જીવન ના છેલ્લા પડાવ પર પહોંચેલા વૃધ્ધ દંપતિ ને આર.સી.સી. કલબ ઓફ ટીકર થકી ‘સ્વપ્નનો મહેલ’ નસીબ થયો !

0
0
આ દંપતીએ કચ્છના નાના રણના રણકાંઠામાં દંપતીએ પુરી ઉમર મજુરી કરીને જીવન કાઢ્યું હતું પણ રહેવા માટે એક સારી ઝૂંપડી પણ બાંધી નહિ શકતા ઢળતી જીવન સંધ્યાએ  ‘સ્વપ્નનો મહેલ’ બંધાયો.હળવદ તાલુકાના ટીકર ગામમાં એક વૃદ્ધ, બીમાર, અશક્ત, નિરાધાર અને નિઃસંતાન તેમજ કોઈપણ જાતની આવક વગરના અને એક જર્જરિત અને તૂટી ફૂટી ઝૂંપડીમાં જેમની આખી જિંદગી નીકળી ગઈ એવા 80 વર્ષથી વધુ ઉંમરના દંપતીને આર.સી.સી.ક્લબ ઓફ ટીકરે એક પાકી ઓરડી બનાવી આપીને એમની અગવડ, તકલીફ અને મુશ્કેલી દૂર કરીને એક મોટું પ્રેરણાદાયી પગલું ભર્યું છે. યુવાની અગવડમાં વિતાવ્યા બાદ શ્રમિક દંપતિને ‘રોટરી’એ સ્વપ્ન મહેલ બાંધીને અર્પણ કરતા અશ્રુભીની આંખોમાં હર્ષ સાથે આનંદ ની સીમાનો પાર નહોતો રહ્યો.
કલ્પેશભાઈ ભોરણીયા, છગનભાઇ એરવાડિયા, લલિતભાઈ સોની, અને આર. સી.સી. ક્લબ ના સભ્યોના આર્થિક સહયોગથી 31000 રૂપિયાના ખર્ચે આ આખી 12×12 ની પાકી અને રંગરોગાન, લાઈટ ફીટિંગ સાથે રૂમ બાંધી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટને પ્રેસિડેન્ટ રમેશભાઈ સીતાપરા, સેક્રેટરી મનિષભાઈ દેથરીયા અને સભ્યોએ સફળ બનાવ્યો હતો.નરભેરામભાઈ અઘારા, રમેશભાઈ ઝાલોરીયા અને રાજેન્દ્રસિંહ રાણા આ પ્રોજેક્ટ માં ખાસ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS,  હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here