હળવદ : રોટરી કલબ ઓફ હળવદ દ્વારા રાણેકપર ગામ માં અઢી લાખ રૂપિયાના ખર્ચે મેગા RO મિનરલ વોટર પ્લાન્ટ ફિટ કરવામાં આવ્યો.

0
56
હળવદથી 5 કિલોમીટરના અંતરે આવેલ રાણેકપર ગામ 3200 લોકોની વસ્તી ધરાવે છે. આ ગામમાં લોકો વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન છે. ગ્રામજનો મારફતે રોટરી કલબને આ અંગે જાણ થતાં તે પાણી લઈને મોરબી રિપોર્ટ માટે મોકલવામાં આવ્યું હતું.રિપોર્ટ આવતા માલુમ પડ્યું કે ઉપયોગમાં લેવાતું પાણી 1400 ટી.ડી.એસ.નું  છે. 100 થી 500 ટી.ડી.એસ. થી વધારે વાળું પાણી પીવું એ આરોગ્ય માટે ખુબજ નુકસાન કર્તા અને ગંભીર બીમારીઓ નોતરે છે. ગામનું કે બોરનું પાણી પીવા લાયક નહિ હોવાથી ખુબજ હાડમારી અને મુસીબતો વેઠતા ગ્રામજનો પીવાનું પાણી લેવા માટે હળવદ સુધી લાંબા થવું પડે છે. અને વાહનો દોડાવવા પડે છે તેમજ સમય અને સંપત્તિ નો પણ નાશ અને વ્યય થાય છે.
ગામની આ કાયમી અને મોટી તેમજ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ-3060 ની ગ્રાન્ટ થી તેમજ વર્ષ: 2017/18 ના ગવર્નર રુચિરભાઈ જાની ના સાથ અને સહકારથી તેમજ સ્વ: ગોદાવરીબેન ગાંડાલાલ ઝાલોરીયાના સ્મરણાર્થે હસ્તે: રમેશભાઈ ઉમિયા ફર્ટીલાઈઝર વાળાના ડોનેશનથી આ મિનરલ વોટર પ્લાન્ટ ગ્રામ પંચાયત ની જગ્યા ઉપર ફિટ કરવામાં આવ્યો હતો.અને જયાબેન ઘનશ્યામભાઈ પટેલ ના હસ્તે તેમજ સરપંચ લાભુબેન હેમુભાઈ કોળી ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્લાન્ટમાં દર એક કલાકમાં 250 લિટર જેવું પાણી શુદ્ધ બનશે જેનાંથી આખું ગામ આ મિનરલ વાળું પાણી પી શકશે. અને પાણી ની કાયમી સમસ્યાથી છુટકારો મેળવી શકશે.
આ પ્રોજેક્ટમાં રમેશભાઈ ઝાલોરીયા, ગજેન્દ્રભાઈ મોરડીયા, અરવિંદભાઈ પટેલ, નરભેરામભાઈ અઘારા, ગીરીશભાઈ કાવર, મહિપાલસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ રાણા હાજર રહ્યા હતાં.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here