હળવદ માં રોટરીની છ ક્લબ દ્વારા 2000 વધુ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.

0
70
વૃક્ષા ઘટી રહ્યા હોવાનું યાદ આવે પણ હળવદ રોટરી ક્લબ તેમજ તેમાં આવેલી રોટરીક્લબ,રોટ્રેક્ટ ક્લબ,ઇલરવિલ ક્લબ,આર. સી.સી.ક્લબ,ઈન્ટેકક્લબ,અલીએક્ટ ક્લબ  સહિત છ ક્લબ દ્વારા શહેર માં અલગ-અલગ વિસ્તારને હરિયાળું બનાવવા નો સંકલ્પ સાથે 2000 વધુ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.
હળવદ માં આવેલ ધનાળા ના રામદેવપીર ના મંદિરે રોટરેક્ટ ક્લબ અને  રામા મંડળના સહિયારા પ્રયાસથી વિવિધ પ્રકારના 600 થી વધુ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું. ઝાડના ઉછેર માટે ફરતી વંડી તેમજ પાણીની યોગ્ય વ્યવસ્થા સાથે આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ નું યોગદાન પ્રેસિડેન્ટ ડો. હર્ષદ લોરીયા દામોદરભાઈ કરાયું હતું. શહેર આવેલ મોડલ સ્કૂલના વિશાળ પટાંગણમાં કલબની બહેનો દ્વારા 650  છાયા વાળા વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યું હતું. પ્રેસિડેન્ટ યોગદાન મીનાબેન સોલંકી કરવામાં આવ્યું. હળવદ આવેલ ટિકર નું રણની બિલકુલ નજીક અને કાંઠે આવેલા ટિકરમાં  વૃક્ષ વાવો અને વરસાદ લાવો તેમજ આગ ઝરતી અને કાળઝાળ ગરમીથી ગામને બચાવવાના ઉમદા  હેતુથી આર. સી.સી. કલબ ઓફ ટીકર ના સભ્યો દ્વારા 510 થી વધુ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું. અને એના જતન અને માવજત તેમજ ઉછેર માટે ફરતી ફેનસિંગ વાડ બનાવીને તથા ડ્રિપ ઈરીગેશન દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા પણ સાથે કરવામાં આવેલ છે.
આ પ્રોજેક્ટને ક્લબ પ્રેસિડેન્ટ રમેશભાઈ સીતાપરા, સેક્રેટરી મનીષભાઈ દેથરીયા, પ્રોજેક્ટ ચેરમેન હસમુખભાઈ એરવાડિયા, દિનેશભાઇ હાજર રહયા છે.તેમજ ઇન્ટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા “પર્યાવરણ બચાવો ભવિષ્ય બચાવો” ના નારા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. શહેરની સાંદિપની મીડીયમ ઇંગલિશ સ્કૂલની પાછળના સંકુલમાં વિવિધ પ્રકારના 250 થી વધુ વૃક્ષો નું માવજત અને ઉછેર ની યોગ્ય વ્યવસ્થા સાથે વાવેતર કરવામાં આવ્યું હતું.
ક્લબ પ્રેસિડેન્ટ જયરાજસિંહ રાણા અને સભ્યોએ હાજર રહીને આ કાર્યક્રમ ને સફળ બનાવમાં આવ્યો છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here