Friday, March 29, 2024
Homeહળવદ : વિદ્યાર્થીઓની સલામતી માટે વિવેકાનંદ સાયન્સ એકેડેમીમાં સ્ટુડન્ટ સિક્યુરીટી સીસ્ટમ લાગુ કરવામાં...
Array

હળવદ : વિદ્યાર્થીઓની સલામતી માટે વિવેકાનંદ સાયન્સ એકેડેમીમાં સ્ટુડન્ટ સિક્યુરીટી સીસ્ટમ લાગુ કરવામાં આવી 

- Advertisement -
હળવદની  વિવેકાનંદ સાયન્સ એકેડમી માં વિદ્યાર્થીઓની સલામતી માટે પ્રથમ વખત સ્ટુડન્ટ સિક્યુરીટી સીસ્ટમ લાગુ કરવામાં આવી છે જેમાં શાળાની બસમાં બેસવાથી લઈને વાલીઓ લાઈવ લોકેશન જોઈ શકશે
વિવેકાનંદ સાયન્સ એકેડેમી એજ્યુકેશન સાથે વિદ્યાર્થીઓની સલામતીમાં પણ અગ્રેસર રહે છે વિદ્યાર્થી શાળાએથી જતા રસ્તામાં ઉતરી જાય, વિદ્યાર્થી ગુમ થાય તેવા બનાવો રોકવા માટે સ્કૂલ સંચાલક ફેફરસર અને અમૃતિયા સરની પ્રેરણાથી વિવેકાનંદ સાયન્સ એકેડમીમાં સ્ટુડન્ટ સિક્યુરીટી સીસ્ટમ લોન્ચ કરવામાં આવી છે.
આ વર્ષે વિજ્ઞાન મેળામાં તેનો ડેમો વર્ઝન મુકવામાં આવેલ અને બાદમાં સીસ્ટમ પર સતત ત્રણ માસની મહેનતને અને વિવિધ વેબ ડેવલપર્સની મદદથી શાળા સંચાલક મંડળ અને વિજ્ઞાન ટેકનોલોજીના સંયુક્ત પ્રયત્ન દ્વારા મોરબી જીલ્લામાં પ્રથમ વખત સ્ટુડન્ટ સિક્યુરીટી સીસ્ટમ શરુ કરવામાં આવી છે.
જે સીસ્ટમ દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓની અલગ અલગ એપ્લીકેશન આપવામાં આવી છે જે એપ્લીકેશન દ્વારા વાલીઓ વિદ્યાર્થીને બસની અંદર પ્રવેશ કરે ત્યારથી લઈને સ્કૂલ બસ પહોંચે અથવા તો સ્કૂલની બસ નીકળે ત્યારથી ઘરે પહોંચે ત્યાં સુધી બસનું અને બાળકનું લાઈવ લોકેશન મોબાઈલમાં જોઈ સકાય છે.
ઉપરાંત કોઈ બાળક તેના સ્ટોપથી વહેલા ઉતરી જાય તો વાલીના તથા સ્કૂલ મેનેજમેન્ટ તથા ડ્રાઈવરના મોબાઈલમાં એસએમએસ અને અલાર્મ દ્વારા જાણ થાય છે મોરબી જીલ્લામાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રથમ વખત સીસ્ટમ શરુ થઇ રહી છે તે ઉપરાંત એપ્લીકેશનમાં વિદ્યાર્થીના રેકોર્ડ જેવા કે હાજરી, રીઝલ્ટ અને વિવિધ ડોક્યુમેન્ટ્સ, ઇન્ક્વાયરી, ઓનલાઈન ટેસ્ટની માહિતી મેળવી
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular