Home રાજકોટ રાજકોટ : મોરબીમાં કોરોના શંકાસ્પદ 1 વર્ષના બાળકનું રિપોર્ટ આવે તે પહેલા...

રાજકોટ : મોરબીમાં કોરોના શંકાસ્પદ 1 વર્ષના બાળકનું રિપોર્ટ આવે તે પહેલા જ આઇસોલેશન વોર્ડમાં મોત

0
14

રાજકોટ. જામનગર જિલ્લાના અંબાળા ગામના 1 વર્ષના બાળકને ગઈકાલે કોરોનાના લક્ષણો જણાતા તેને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. તેનું આજે વહેલીં સવારે મૃત્યુ નીપજ્યું હતું. બાળકનું નામ સાહિલ મુકેશભાઈ હોવાનું જાણવા મળ્યું છે. હજુ બાળકનો કોરોનાનો રિપોર્ટ સાંજે આવશે.

બાળકના સેમ્પલ જામનગર હોસ્પિટલમાં મોકલાયું છે

મોરબીમાં સોમવારના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના અંબાળા ગામના બાળક સહિત 2 બાળકમાં કોરોનાના લક્ષણ સામે આવતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને સેમ્પલ માટે જામનગર મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા. ધ્રોલ તાલુકાના અંબાળા ગામના બાળકનો કોરોના અંગેનો રિપોર્ટ આવે તે પહેલાં આજે સવારે જ તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી ગઈ છે. અને જામનગરથી રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી રહી છે. બીજી તરફ એક પરિવારનું લાડકવાયા બાળકનું મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

પોલીસ માટે સેનિટાઇઝ મશીન મુકાયું

પોલીસ માટે સેનિટાઇઝ મશીન મુકાયું

રાજકોટના કેકેવી ચોકમાં પોલીસ માટે ખાસ વાનમાં સેનેટાઇઝ મશીન મુકવામાં આવ્યું છે. ઓન ડ્યૂટી પોલીસ કર્મચારીઓ આમાંથી પસાર થઇ સેનેટાઇઝ થશે. ડ્યૂટી દરમિયાન વાહન ચાલકોના લાયસન્સ અને લોક સંપર્કમાં આવતા હોય છે. આથી કોરોનાના સંક્રમથી બચવા પોલીસ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આ્રવી છે.

કિર્તીદાને લોકડાઉનના નિર્ણયને વધાવ્યો

21 દિવસના લોકડાઉન બાદ  મોદી સાહેબે બીજો લોકડાઉનનો રાઉન્ડ જાહેર કર્યો છે. આ લોકડાઉનને હું વધાવું છું. આપણા હિતમાં નિર્ણય લીધો છે. આ નિર્ણયને આપણે સૌ વધાવીએ. પોલીસ, ડોક્ટરોને સહકાર આપીએ.

રાજકોટમાં 67 સેમ્પલમાંથી 46 નેગેટિવ અને 21ના રિપોર્ટ બાકી

રાજકોટમાં 67ના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 46ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 21ના રિપોર્ટ બાકી છે. જેમાં 55 રાજકોટ શહેરના, 10 ગ્રામ્.ના અને 2 અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય ચે. 39 પૂરૂષો અને 28 મહિલાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 23 વર્ષની ઉંમરવા 23 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આસારામ બાપુના સેવકો છાશ પીવડાવા નીકળ્યા

રાજકોટમાં આસારામ બાપુના સેવકો પોલીસને છાશ પીવડાવા નીકળ્યા

લોકડાઉનમાં પોલીસ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ધોમધખતા તાપમાં પોલીસ રસ્તા પર ફરજ બજાવી રહી છે. ત્યારે આસારામ બાપુના સેવકો દ્વારા છાશ પીવડાવવામાં આવી રહી છે. તેમજ જરૂરિયાતમંદ લોકોમાં રાશનની કીટનું પણ વિતરણ કરી રહ્યા છે.

લોકડાઉન માટે રાજકોટ તૈયાર છે: મનપા કમિશનર

દેશમાં લોકડાઉન મુદત વધારાને લઈને રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે પ્રેસ કોફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે,લોકડાઉન વધારાને લઈને રાજકોટના લોકો તૈયાર છે.

પ્રશાસન પણ તૈયાર છે. સેવાકીય સંસ્થાઓ તૈયાર છે. રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવશે.લોકડાઉનમાં લોકો વધુને વધુ સંયમ રાખે. અમે તમારા માટે સતત કામ કરી રહ્યા છીએ. હોમ ડિલિવરી સિસ્ટમ ખૂબ સારી રીતે કામ કરી રહી છે.

રાજકોટની લેબ પર ભારણ વધ્યું

રાજકોટની લેબોરેટરી પર ભારણ વધ્યું છે. અમદાવાદથી બે દિવસમાં 400 કોરોનાના સેમ્પલ મોકલવામાં આવ્યા છે. રાજકોટની લેબમાં ત્રણ જિલ્લાના મળી એક હજારથી વધુ સેમ્પલનું પરીક્ષણ થાય છે. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છનો સમાવેશ થાય છે. અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ વધતા પરીક્ષણની સુવિધા ટૂંકી પડી રહી છે.

Live Scores Powered by Cn24news