મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાની મુલાકાત લીધી

0
41

મોરબીઃ ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાની મુલાકાત લીધી હતી. ટંકારાના સ્થાનિક લોકોએ રાજ્યપાલનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે યજ્ઞમાં આહુતિ પણ આપી હતી. આ ઉપરાંત રાજ્યપાલે જણાવ્યું હતું કે, આપણે પણ દયાનંદ સરસ્વતીના જીવનમાંથી પ્રેરણા લઇને દેશનિર્માણમાં સહભાગી થવું જોઇએ.

ટંકારા બાદ રાજકોટમાં રાજ્યપાલનું ટૂંકુ રોકાણ

નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગઇકાલે ટંકારાની મુલાકાતે હતા. ત્યારે આજે રવિવારે તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટના સર્કીટ હાઉસ ખાતે તેઓએ ટૂંકુ રોકાણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, ડીડીઓ અને રેન્જ આઇજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here