Wednesday, September 28, 2022
Homeગુજરાતમોરબી એલ.ઈ. કોલેજના અધ્યાપકોએ રમુજી ધૂન ગાઈને અનોખો વિરોધ કર્યો

મોરબી એલ.ઈ. કોલેજના અધ્યાપકોએ રમુજી ધૂન ગાઈને અનોખો વિરોધ કર્યો

- Advertisement -

છેલ્લા કેટલાક સમયથી સરકારી પોલિટેકનીકના અધ્યાપકો પોતાના પડતર પ્રશ્નો મુદ્દે વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે એલ.ઈ. કોલેજના અધ્યાપકોએ અલગ અંદાજમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પોતાના પડતર પ્રશ્નો હલ કરવા માટે અધ્યાપક દ્વારા કરવામાં આવતી જુદી જુદી કામગીરીને ધૂન તરીકે રજૂ કરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ રાજ્યની 31 સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો પૈકી સૌથી જૂની કોલેજોમાંની એક એવી એલ.ઇ.કોલેજના અધ્યાપકોએ પોતાના પડતર પ્રશ્નોનો હલ લાવવા માટે અધ્યાપકો દ્વારા કરવામાં આવતી જુદી જુદી કામગીરીને ધૂન તરીકે રજૂ કરી અલગ અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર સમક્ષ પોતાના પ્રશ્નોનો હલ લાવવા માંગણી કરી હતી. પોલિટેકનીક અધ્યાપક મંડળ(PAM) હેઠળ જુદા જુદા કાર્યક્રમો આપી રાજ્યભરના સરકારી પોલિટેકનીકના અધ્યાપકો પોતાના વર્ષો જુના પ્રશ્નોનો હલ લાવવા માટે સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે. સરકાર તેમના પ્રશ્નો લાવશે કે નહીં એ પણ ખબર નહીં હાલ વિરોધ સતત વધી રહ્યો છે તે વાત નકારી શકાય નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular