વડોદરા : વધુ 104 પોઝિટિવ, આજે એકનું મોત, વધુ 80 દર્દી રિકવર, કુલ કેસઃ5898 થયા, ભરૂચમાં નવા 15 કેસ

0
3

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે 104 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 5898 ઉપર પહોંચી ગયો છે અને આજે વધુ એક મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 114 થયો છે. વડોદરામાં આજે વધુ 80 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 4538 દર્દી રિકવર થયા છે. હાલ 1246 એક્ટિવ કેસ છે, જે પૈકી 154 દર્દી ઓક્સિજન ઉપર અને 60 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1032 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે નવા કેસ નોંધાયા
સિટીઃ વાઘોડિયા રોડ, રાવપુરા, હરણી રોડ, દાંડિયાબજાર, સલાટવાડા, પ્રતાપનગર, લાલબાગ, નવાપુરા, ગોત્રી રોડ, આજવા રોડ, વાસણા-ભાયલી રોડ, માંજલપુર
ગ્રામ્યઃ કંડારી, કરજણ, પાદરા, સેવાસી, રણોલી, ખત્રીપોળ, સાવલી, ડભોઇ

વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં સૌથી વધુ 1619 કેસ
વડોદરા શહેરમાં અત્યાર સુધી 5898 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1034, પશ્ચિમ ઝોનમાં 871, ઉત્તર ઝોનમાં 1619, દક્ષિણ ઝોનમાં 1145, વડોદરા ગ્રામ્યમાં 1198 અને 31 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ભરૂચમાં વધુ 15 પોઝિટિવ કેસ
ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસની કુલ સંખ્યા 1137 ઉપર પહોંચી ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here