વડોદરા : વધુ 105 પોઝિટિવ, કુલ કેસ : 6429, વધુ 150 દર્દી ડિસ્ચાર્જ, ભરૂચમાં નવા 16 કેસ

0
8

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 105 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 6429 ઉપર પહોંચી ગયો છે અને આજે વધુ એક દર્દીનું મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 121 થયો છે. વડોદરામાં આજે વધુ 150 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 5163 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 1145 એક્ટિવ કેસ છે, જે પૈકી 142 દર્દી ઓક્સિજન ઉપર અને 50 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 953 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે નવા કેસ નોંધાયા

સિટીઃ કારેલીબાગ, અટલાદારા, જ્યુબિલીબાગ, માંજલપુર, તરસાલી, એકતાનગર, યમુનામીલ, ગોકુલનગર, સંવાદ, નવાયાર્ડ, ગોત્રી, બાપોદ, ફતેગંજ, સોમા તળાવ, વાડી, વાઘોડિયા રોડ, પ્રતાપનગર
ગ્રામ્યઃ ડભોઇ, ભિલાપુર, કરજણ, ઉમજ, પાદરા, ભાયલી, દશરથ

વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1768 કેસ

વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 6429 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1065, પશ્ચિમ ઝોનમાં 944, ઉત્તર ઝોનમાં 1768, દક્ષિણ ઝોનમાં 1274, વડોદરા ગ્રામ્યમાં 1347 અને 31 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

ભરૂચમાં નવા 16 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસનો આંક 1200ને પાર કરીને 1212 ઉપર પહોંચી ગયો છે.

ભરૂચમાં કોરોનાના કેસોની ઝડપ
તારીખ કેસની સંખ્યા
8 એપ્રિલ 01
16 જૂન 100
27 જૂન 200
5 જુલાઈ 300
9 જુલાઈ 400
14 જુલાઈ 500
17 જુલાઈ 600
22 જુલાઈ 700
26 જુલાઈ 800
30 જુલાઈ 900
4 ઓગસ્ટ 1000
11 ઓગસ્ટ 1100
17 ઓગસ્ટ 1200

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here