વડોદરા : વધુ 107 પોઝિટિવ, વધુ 94 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસ : 13,597 થયા

0
4

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 107 પોઝિટવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 13,597 ઉપર પહોંચ્યો છે અને આજે વધુ એક દર્દીનું મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 208 થયો છે. વડોદરામાં આજે વધુ 94 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,759 કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1630 એક્ટિવ કેસ પૈકી 158 દર્દી ઓક્સિજન પર અને 54 દર્દી વેન્ટિલેટર પર છે અને 1418 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કેસ ઘટી રહ્યા છે

વડોદરા શહેરમાં છેલ્લા 6 દિવસથી કેસનો આંક 110ને પાર થયો નથી. વડોદરામાં 10 ઓક્ટોબરે 110 કેસ નોંધાયા હતા. ત્યારપછી રોજ કેસની સંખ્યા 110 કે તેની નીચે નોંધાઇ રહી છે, જે વડોદરા શહેર માટે સારા સમાચાર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ માંડવી, કારેલીબાગ, નવાયાર્ડ, કલાલી, દંતેશ્વર, શિયાબાગ, ઓ.પી.રોડ, સવાદ, આજવા રોડ, માણેજા, અકોટા, દિવાળીપુરા, છાણી, પાણીગેટ, ફતેપુરા, મુજમહુડા, હરણી, ઓપી રોડ, ફતેગંજ, તાંદલજા, સમા, ગોરવા, મકરપુરા
ગ્રામ્યઃ કોયલી, શિનોર, પોર, ડભોઇ, ભાયલી, સયાજીપુરા, વાઘોડિયા, ઉંડેરા, પાદરા, કલાલી

વડોદરા રૂરલમાં સૌથી વધુ 3660 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 13,597 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2104, પશ્ચિમ ઝોનમાં 2235, ઉત્તર ઝોનમાં 2972, દક્ષિણ ઝોનમાં 2590, વડોદરા ગ્રામ્યમાં 3660 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.