વડોદરા : વધુ 91 પોઝિટિવ, કુલ કેસ: 4381, આજે 6 દર્દીના મોત, ભરૂચમાં નવા 19 અને પંચમહાલમાં 16 કેસ

0
0

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 91 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 4381 પર પહોંચી ગયો છે. વડોદરામાં આજે વધુ 51 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3346 દર્દી રિકવર થયા છે અને આજે વધુ 3 મૃત્યુ જાહેર કરતા સત્તાવાર મૃત્યુઆંક 82 થયો છે. વડોદરામાં અત્યારે કુલ 953 એક્ટિવ કેસ છે, જે પૈકી 143 ઓક્સિજન ઉપર અને 38 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 772 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કેસ નોંધાયા

શહેરઃ માંજલપુર, વાસણા, ફતેપુરા, ફતેગંજ, છાણી, ગોરવા, મકરપુરા, સંગમ, તરસાલી, વાઘોડિયા રોડ, સોમા તળાવ, હરણી રોડ, અકોટા, આજવા રોડ, ઓલ્ડ પાદરા રોડ, તાંદલજા, સુભાનપુરા, ગોત્રી, માણેજા, કારેલીબાગ
ગ્રામ્યઃ પાદરા, કરજણ, ડભોઇ, સોખડા, દશરથ, પોર, ઇંટોલા, કોયલી

વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન વધુ 6 દર્દીના મોત

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 6 દર્દીના મૃત્યુ થયા છે. વડોદરાના આજવા રોડના 85 વર્ષીય વૃદ્ધ, ગોત્રી વિસ્તારના 75 વર્ષીય વૃદ્ધ અને ડભોઇ તાલુકાના 52 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત ડભોઇના 62 વર્ષીય મહિલા, ન્યુ કારેલીબાગ વિસ્તારના 70 વર્ષીય પરૂષ અને રાજમહેલ રોડ વિસ્તારના 65 વર્ષીય પુરૂષનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે

ભરૂચમાં વધુ 19 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના કેસનો કુલ આંક 856 ઉપર પહોંચી ગયો છે. આજે વધુ 2 દર્દીના મોત થયા છે. પંચમહાલ જિલ્લામાં આજે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here