છેલ્લા એક વર્ષમાં કોરોના કરતા માર્ગ અકસ્માતમાં વધુ લોકોના મોત થયા : ગડકરી

0
9

છેલ્લા એક વર્ષમાં કોરોના કરતા માર્ગ અકસ્માતમાં વધુ લોકોના મોત થયા છે તેમ રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું છે. લોકસભામાં પ્રશ્ર કાળ દરમિયાન ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવા ગંભીર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે માર્ગ અકસ્માત અંગે ચિંતિત છે અને અમે માર્ગ અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે તમામ પગલા ભરીશું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.50 લાખ લોકોના મોત થયા છે. જે કોરોના કારણે થયેલા મોત કરતા પણ વધારે છે. છેલ્લા એક વર્ષમાં કોરોનાને કારણે 1.46 લાખ લોકોના મોત થયા છે.

તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર માર્ગ અકસ્માત ઘટાડવા ગંભીર છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા મોટા ભાગના લોકોની ઉંમર 18 થી 35 વર્ષ છે. તાજેતરના વર્લ્ડ બેંકના અહેવાલ અનુસાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યાની બાબતમાં ભારત ટોચે છે.

ભારતમાં માર્ગ અકસ્માતને કારણે એક વર્ષમાં 1.5 લાખ લોકોના મોત થાય છે અને 4.5 લાખ લોકો અપંગ બને છે. જેના કારણે દેશને જીડીપીના 3.14 ટકા નુકસાન થાય છે.

ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે એક વર્ષની અંદર તમામ ફિઝિકલ ટોલ બૂથ હટાવી લેવામાં આવશે અને તેનું સૃથાને જીપીએસ ઇમેજિંગના આધારે ટોલ વસૂલ કરવામાં આવશે. તેમણે આજે ફરી એક વખત જણાવ્યું હતું કે 15 વર્ષ પછી કોમર્શિયલ વાહનોનું રજિસ્ટ્રેશમ રદ કરવામાં આવશે. જ્યારે 20 વર્ષ પછી ખાનગી વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે.

કેન્દ્ર, રાજ્ય, નગર નિગમ, પંચાયત, એસટીયુ, જાહેર એકમો, સંઘ અને રાજ્યની સાથે સ્વાયત્ત એકમોના તમામ વાહનોનું રજિસ્ટ્રેન 15 વર્ષ પછી રદ કરવામાં આવશે અને આવા વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. ગડકરીના જણાવ્યા અનુસાર 20 વર્ષથી વધારે જૂના વાહનોની સંખ્યા 51 લાખ છે. 15 વર્ષથી વધારે જૂના વાહનોની સંખ્યા 34 છે અને ફિટનેસ પ્રમાણપત્ર વગરના 15 વર્ષથી વધારે જૂના 17 લાખ વાહન છે.

જૂના વાહનો 10 થી 12 ગણું વધારે પ્રદૂષણ ફેલાવે છે અને માર્ગ સુરક્ષા માટે પણ જોખમરૂપ હોય છે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે વેહિકલ સ્ક્રેપિંગ પોલિસી પ્રદૂષણ ઘટાડવા માટે ખૂબ અસરકારક પુરવાર થશે. આ પોલિસીને કારણે દેશના ઓટોમોબાઇલ ઉદ્યોગનું ટર્નઓવર 4.5 લાખ કરોડ રૂપિયાથી વધીને 10 લાખ કરોડ રૂપિયા થઇ જશે.

ગડકરીએ જણાવ્યું હતું કે સ્ક્રેપિંગ સ્કીમનો લાભ લેનારા વાહનચાલકોને અનેક લાભ આપવામાં આવશે. તેમને નવા વાહન પર ચાર થી છ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રોડ ટેકસમાં 25 ટકા રિબેટ અને વાહન રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ જેવા લાભો પણ આપવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here