ચીન સાથેના તણાવ વચ્ચે વાયુસેના વધુ શક્તિશાળી : LAC પર 10 આકાશ મિસાઈલનું સફળ પરીક્ષણ.

0
6

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીન સાથે વધી રહેલી તણાવની સ્થિતિ વચ્ચે ભારતીય હવાઈ દળે તેની શક્તિમાં વધારો કર્યો છે. શુક્રવારે એરફોર્સે LAC પર એક સાથે 10 આકાશ મિસાઈલોનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ દુશ્મનોના વિમાનને ગણતરીની મિનિટોમાં જ તોડી પાડવા સક્ષમ છે. એરફોર્સે આકાશ મિસાઈલો સાથે હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવી ઈગ્લા (Igla) મિસાઈલોનું પણ પરીક્ષણ કર્યું છે.

આકાશ મિસાઈલની વિશેષતા

  • આકાશ મિસાઈલ એક મીડિયમ રેંજની જમીનથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે.
  • તેને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO), ભારત ડાયનેમિક્સ લિમિટેડ તથા ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
  • ગયા સપ્તાહે જ આ મિસાઈલનું આંધ્રપ્રદેશના સૂર્યલંકા પરીક્ષણ રેંજમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતું.
  • આ આકાશ મિસાઈલોને એરફોર્સના કમ્બાઈંડ ગાઈડેડ વેપન્સ ફાયરિંગ 2020 એક્સરસાઈઝ સમયે ફાયર કરવામાં આવી હતી.
  • ફાયરિંગ સમયે મોટાભાગની મિસાઈલોએ તેના લક્ષ્યાંક પર સીધું નિશાન તાક્યું

LAC પર મિસાઈલો ગોઠવવામાં આવી

મિસાઈલોને લદ્દાખના પૂર્વી ભાગમાં LAC પર ગોઠવવામાં આવી છે, જેથી દુશ્મના વિમાનોની ઘૂસણખોરીનો હવાઈ દળ મજબૂતપણે જવાબ આપી શકે. આકાશ મિસાઈલને તાજેતરમાં જ અપગ્રેડ કરવામાં આવી છે. ડિફેન્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે અપગ્રેડેશન અંગે તેના લક્ષ્યાંક પર પ્રહાર કરવાની ક્ષમતા વધુ મજબૂત થઈ ગઈ છે.

DRDO આકાશ પ્રાઈમ મિસાઈલ તૈયાર કરી રહ્યું છે

DRDO હવે આકાશ પ્રાઈમ મિસાઈલ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. તેમા ખૂબ ઉંચાઈવાળી જગ્યા પરથી લક્ષ્યાંકને નિશાન કરવાની ક્ષમતા હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here