કોરોના વર્લ્ડ : અમેરિકાની સ્વાસ્થ્ય સંસ્થાએ કહ્યું-ઓગસ્ટ સુધી અહીં 1.30 લાખથી વધારે લોકોના મોત થશે

0
11

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના મહામારીના 36.46 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 52 હજાર 407થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 11.98 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં મૃત્યુઆંક 70 હજાર નજીક

અમેરિકાની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 835 કેસ નોંધાયા છે. કુલ 69 હજાર 921 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ 1.88 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. કુલ 74.62 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. અમેરિકામાં 24 કલાકમાં 1050 લોકોના મોત થયા છે. જ્યારે 24 હજારથી નવા કેસ નોંધાયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ દેશમાં જૂન સુધીમાં રોજ મરનાર લોકોની સંખ્યા ત્રણ હજાર થઈ શકે છે. મેના અંત સુધીમાં રોજ બે લાખ નવા કેસ નોંધાવાની સંભાવના છે. જોકે વ્હાઈટ હાઉસે આ રિપોર્ટને વિવાદાસ્પદ ગણાવ્યો છે. અમેરિકાના સિએટલ સ્થિત ઈંસ્ટીટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશને કહ્યું કે ઓગસ્ટમાં દેશમાં 1 લાખ 30 હજારથી વધારે લોકો જીવ ગુમાવશે.

મેક્સિસોમાં 24 કલાકમાં 1434 કેસ નોંધાયા

મેક્સિકોમાં કોરોના મહામારી ઝડપથી ફેલાઈ રહી છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1434 કેસ નોંધાય છે અને 117 લોકોના મોત થયા છે. આ સાથે જ અહીં કુલ કેસ 29 હજાર 905 થયા છે અને 2271 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં લોકડાઉનને 30 મે સુધી લંબાવાયું છે.

ચીનમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણનો એક કેસ નોંધાયો છે. આ સાથે અહીં 82 હજાર 881 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 4 હજાર 633 લોકોના મોત થયા છે.

કેનેડામાં પોઝિટિવ કેસ 60 હજારને પાર
કેનેડામાં પોઝિટિવ કેસ 60 હજારને પાર પહોંચી ગઈ છે. અહીં કુલ પોઝિટિવ કેસ 60 હજાર 772 થઈ ગઈ છે જ્યારે 3854 લોકોના મોત થયા છે.  ક્યુબ્રેક વિસ્તારમાં કોરનાની સૌથી વધારે અસર થઈ છે. અહીં કુલ કેસ 32 હજાર નોંધાયા છે અને 2280 લોકોના મોત થયા છે.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 1,212,835 69,921
સ્પેન 248,301 25,428
ઈટાલી 211,938 29,079
બ્રિટન 190,584 28,734
ફ્રાન્સ 169,462 25,201
જર્મની 166,152 6,993
રશિયા 145,268 1,356
તુર્કી 127,659 3,461
બ્રાઝીલ 108,620 7,367
ઈરાન 98,647 6,277
ચીન 82,881 4,633
કેનેડા 60,772 3,854
બેલ્જીયમ 50,267 7,924
પેરુ 47,372 1,344
ભારત 46,437 1,566
નેધરલેન્ડ 40,770 5,082
સ્વિત્ઝરલેન્ડ 29,981 1,784
સાઉદી અરબ 28,656 191
પોર્ટુગલ 25,524 1,063
મેક્સિકો 24,905 2,271
સ્વીડન 22,721 2,769
આયર્લેન્ડ 21,772 1,319
પાકિસ્તાન 21,501 486
ચીલી 20,643 270

 

ફ્રાન્સમાં 11 મેથી પ્રતિબંધોમાં રાહત

ફ્રાન્સમાં 11 મેથી ઘણા પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવશે. ત્યાર પછી સંક્રમણની સ્થિતિને જોઈને આગળ  નિર્ણય કરાશે. જોકે ધાર્મિક કાર્યક્રમો ઉપર 2 જૂનથી પ્રતિબંધો રહેશે. અહીં અત્યાર સુધીમાં 25 હજાર 201 કેસ નોંધાયા છે અને 1.69 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે.

તુર્કીમાં મંગળવારથી પ્રતિબંધોમાં છૂટ

તુર્કીમાં 15 મે સુધી ઘણા પ્રતિબંધોમાં છૂટ અપાશે. હેર સલૂન, અમુક દુકાનો અને માર્કેટિંગ સેન્ટર 11 મે સુધી ખોલાશે. જોકે યુનિવર્સિટી 15 મે સુધી બંધ રહેશે.10 મે પછી 65 વર્ષના વડીલો ઘરની બહાર નિકળી શકશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here