કોરોના વર્લ્ડ : અમેરિકામાં 14 લાખથી વધારે કેસ, ઓગસ્ટ સુધીમાં અહીં 1.47 લાખ લોકોના મોત થઈ શકે છે

0
4

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોનાના 43.42 લાખથી વધારે કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2.93 લોકોએ જીવ ગુમાવ્યા છે. 16 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં ઓગસ્ટ સુધીમાં 1.47 લાખના મોત થઈ શકે છે

અમેરિકામાં અત્યાર સુધીમાં 14 લાખ 8 હજારથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 83 હજાર 425 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 99.36 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. 2.97 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સિએટલ સ્થિત ઈન્સ્ટીટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશને બુધવારે કહ્યું છે કે અમેરિકામાં ઓગસ્ટની શરૂઆત સુધીમાં 1.47 લાખથી વધારે લોકોના મોત થઈ શકે છે. આ પહેલાના અનુમાન કરતા 10 હજાર વધારે છે. ઈજિપ્તમાં કોરોના સંક્રમણના 347 નવા કેસ નોંધાતા કુલ કેસ 10 હજાર 93 થયા છે. મંગળવારે 11 લોકોના મોત સાથે મૃત્યુઆંક 544 થયો છે.

અમેરિકામાં લોકડાઉન હટાવવાને લઈને ચેતવણી

અમેરિકાની કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડો. એન્થની ફોસીએ અમેરિકાના રાજ્યોમાંથી લોકડાઉનને હટાવવાને લઈને ચેતવણી આપી છે. જો મહામારી કાબૂમાં કરવાની ક્ષમતા વિકસિત કર્યા પહેલા રાજ્યોને રાહત આપવામાં આવશે તો તેના ગંભીર પરિણામ આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ફરીવાર બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે.

ટ્વિટરના કર્મચારીઓ હંમેશ માટે ઘરેથી કામ કરી શકશે

ટ્વિટરે જાહેરાત કરી છે કે તેના કર્મચારી કોરોના મહામારી પછી પણ ઈચ્છે તો હંમેશ માટે ઘરેથી કામ કરી શકશે. ઓફિસ પણ ખુલ્લી રહેશે. પણ અહીં સુરક્ષાનું પૂરતું ધ્યાન રખાશે. ટ્વિટરે કહ્યું હતું કે જો અમારા કર્મચારીઓ ઘરેથી કામ કરવાની સ્થિતિમાં છે અને તેઓ હંમેશાને માટે આવું ઈચ્છે છે તો અમે તેને પૂરું કરવાનો પ્રયાસ કરીશું. અમુક અપવાદોને છોડીને કોઈપણ પ્રકારની બિઝનેસ યાત્રા થશે નહીં.

ચીનમાં 15 નવા કેસ નોંધાયા છે. વુહાનના 1.10 કરોડ લોકોનો ટેસ્ટ કરવાના પ્લાનની જાહેરાત કરી છે. નેપાળમાં 26 નવા કેસ નોંધાવાની સાથે કુલ પોઝિટિવ કેસ 217 થયા છે.

ફ્રાન્સમાં 24 કલાકમાં 348 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક 27 હજારની નજીક પહોંચી ગયો છે. અહીં 1.78 લાખ કેસ નોંધાયા છે.

લેબનાનમાં સંપૂર્ણ લોકડાઉન

લેબનાનમાં અત્યાર સુધીમાં 870 કેસ નોંધાયા છે અને 26 લોકોના મોત થયા છે.સંક્રમણના ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે અહીં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ચાર દિવસ પહેલા પ્રતિબંધો હટાવ્યા હતા. પરંતુ કેસ વધતા ફરી આ નિર્ણય લેવાયો છે.

કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ મોત કેસ
અમેરિકા 1,408,636 83,425
સ્પેન 269,520 26,920
રશિયા 232,243 2,116
બ્રિટન 226,463 32,692
ઈટાલી 221,216 30,911
ફ્રાન્સ 178,225 26,991
બ્રાઝીલ 178,214 12,461
જર્મની 173,171 7,738
તુર્કી 141,475 3,894
ઈરાન 110,767 6,733
ચીન 82,926 4,633
ભારત 74,292 2,415
પેરુ 72,059 2,057
કેનેડા 71,157 5,169
બેલ્જીયમ 53,779 8,761
નેધરલેન્ડ 42,984 5,510
સાઉદી અરબ 42,925 264
મેક્સિકો 38,324 3,926
પાકિસ્તાન 34,336 737
ચીલી 31,721 335
સ્વિત્ઝરલેન્ડ 30,380 1,867
પોર્ટુગલ 27,913 1,163
સ્વીડન 27,272 3,313
કતાર 25,149 14

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here