રેકોર્ડ : હ્યુન્ડાઇ વેન્યુનું રેકોર્ડ બ્રેક વેચાણ, 1 વર્ષમાં 1 લાખથી વધુ ગાડીઓ વેચાઈ ગઈ

0
4

દિલ્હી. હ્યુન્ડાઇ મોટર્સે નવો રેકોર્ડ બનાવતા છેલ્લાં 1 વર્ષમાં હ્યુન્ડાઈ વેન્યૂના 1 લાખ કરતાં વધારે યૂનિટ્સ વેચી નાખ્યાં છે. વેન્યૂ કંપનીની સૌથી પોપ્યુલર ગાડીઓમાંની એક છે. કંપનીએ આ કાર ભારતમાં મે 2019માં લોન્ચ કરી હતી. ભારતમાં આ કારની ટક્કર મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, ટાટા નેક્સન અને ફોર્ડ ઇકો સ્પોર્ટ સાથે છે.

વિટારા બ્રેઝાને પાછળ પાડી
હ્યુન્ડાઇની આ કાર મારુતિની પોપ્યુલર કાર વિટારા બ્રેઝાને ઘણીવાર મંથલી સેલ્સ ચાર્ટમાં પાછળ પાડી ચૂકી છે. લોન્ચના 6 મહિનામાં વેન્યૂના 51 હજાર યૂનિટ્સ વેચાયાં હતાં. હવે આ ગાડીનું વેચાણ 1 લાખ પાર પહોંચી ગયું છે. ભારતમાં આ કારનાં 97,000થી વધારે યૂનિટ્સનું વેચાણ થયું છે. તેમજ, 7,000થી વધુ ગાડીઓ કંપનીએ એક્સપોર્ટ કરી છે.

વેન્યૂની બોલ્ડ ડિઝાઇન
વેન્યૂ કાર દેખાવમાં એકદમ બોલ્ડ છે. સાઇડથી તે ક્રેટા જેવી લાગે છે. પરંતુ ફ્રંટ અને રિઅર સાઇડથી તે બહુ અલગ છે. આ SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ)માં કેસકેડિંગ ગ્રિલ, સ્પ્લિટ હેડલેમ્પ્સ, પ્રોજેક્ટર લેમ્પ્સ, LED ટેલલેમ્પ્સ, 16 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. સાઇડમાં સ્ટ્રોન્ગ કેરેક્ટર લાઇન્સ તેને સ્પોર્ટી બનાવે છે. SUVમાં પ્રીમિયમ લેઝર કટ ફિનિશ ડેશબોર્ડ અને ફેબ્રિક અને લેધર ફિનિશ લાઇટ્સ આપવામાં આવી છે, જે કેબિનને પ્રીમિયમ ફીલ આપે છે.

વેન્યૂ 4 વેરિઅન્ટમાં આવે છે
Hyundai Venue ચાર વેરિઅન્ટ E, S, SX, SX(O)માં અવેલેબલ છે. આ હ્યુન્ડાઇની ઇન્ડિયન માર્કેટમાં પહેલી એવી ગાડી છે જે કંપનીની બ્લુલિંક ટેક્નોલોજીથી સજ્જ છે. હ્યુન્ડાઇએ તેને ભારતની પહેલી કનેક્ટેડ SUV નામથી રજૂ કરી છે.