ઘાટીમાં તણાવગ્રસ્ત વાતાવરણ વચ્ચે 100થી વધુ લોકોની ધરપકડ, હાલમાં કેવી છે હાલત?

0
39

જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ)માં વહેંચવા અને આર્ટિકલ 370ની જોગવાઇઓને હટાવવાના નિર્ણય બાદથી જ ઘાટીમાં તણાવપૂર્ણ શાંતિ યથાવત છે. કાશ્મીર ઘાટીમાં સંચાર વ્યવસ્થા ઠપ થવા અને તમામ પ્રતિબંધોની વચ્ચે પણ સુરક્ષા એજન્સીઓએ રાજનેતાઓ, કાર્યકર્તાઓ સહિત 100થી પણ વધારે લોકોને શાંતિ માટે ખતરો હોવાંનો હવાલો આપતા તેમની ધરપકડ કરી લેવામાં આવી. આ તમામને સરકારનાં નિર્ણય બાદ ઘાટીમાં શાંતિ વ્યવસ્થા યથાવત રાખવાના ઉદ્દેશ્યથી તેમની ધરપકડ કરવામાં આવી છે.

 બુધવારનાં રોજ રાજ્ય સરકારનાં એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, રાજ્યમાં 100થી પણ વધારે રાજનેતાઓ અને કાર્યકર્તાઓને અત્યાર સુધી ઘાટીમાં ધરપકડ કરી લીધી છે. જો કે, તેઓએ આ સંબંધમાં વિસ્તૃત જાણકારી આપવાથી ઇન્કાર નથી કર્યો. તેઓએ જણાવ્યું કે, ‘જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ’નાં નેતા સજ્જાદ લોન અને ઇમરાન અંસારીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, નેતાઓને તેમનાં ગુપ્કર નિવાસથી કેટલાંક મીટરનાં અંતર પર હરિ નિવાસમાં રાખવામાં આવ્યાં. તેમને જણાવ્યું કે, કાશ્મીર ઘાટીમાં તેમની ગતિવિધિઓથી શાંતિમાં ખલેલ પેદા થવાના ડરને ધ્યાને રાખતા મેજિસ્ટ્રેટે તેમની ધરપકડના આદેશ આપ્યા હતાં.

ઇન્ટરનેટ અને રેલ્વે સેવાઓ હાલમાં પણ બંધઃ
તમને જણાવી દઇએ કે મંગળવારનાં રોજ રાષ્ટ્રપતિ દ્વારા આર્ટિકલ 370ના કાયદાને હટાવવાની મંજૂરી આપ્યા બાદથી જ કાશ્મીર ઘાટીમાં તણાવગ્રસ્ત વાતાવરણ સર્જાઇ ગયું છે. એટલે કે હાલમાં ઇન્ટરનેટ અને રેલ્વે સેવાઓ પણ બંધ રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here