લખનઉમાં અચાનક ગાયબ થઇ ગયા 1000 થી વધુ Corona દર્દી, શોધખોળમાં નીકળી ગયો પોલીસનો પરસેવો

0
6

ઉત્તર પ્રદેશમાં પણ Corona વાયરસે કહેર વર્તાવ્યો છે. આ દરમ્યાન સમાચાર એ આવ્યા છે કે સરકારની ગાફલાટનો લાભ લઈને લગભગ 1000 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ ફરાર થઇ ગયા છે. પોલીસ કોરોના દર્દીઓની શોધ કરી રહી છે પરંતુ, તેમને શોધવામાં પોલીસને આંટા આવી ગયા છે.

મોટી સંખ્યામાં કરવામાં આવ્યા હતા Corona Test

મીડિયા રિપોર્ટ્સ મુજબ, 23 થી 31 જુલાઈ વચ્ચે અહીં મોટા પ્રમાણમાં લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ટેસ્ટ બાદ હજારો જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમાંથી અંદાજિત 1119 લોકો અચાનક ગાયબ થઇ ગયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 1171 કોરોના દર્દીઓને શોધી કાઢ્યા છે પરંતુ હજુ પણ 1119 કોરોના દર્દીઓ લાપતા છે.

આમ સરકારને આપ્યો ચકમો

અહીંના પોલીસ કમિશનર સુજીત પાંડેના જણાવ્યા મુજબ Corona સંક્રમણની ચેન તોડવા માટે હજારોની સંખ્યામાં તપાસ કરવામાં આવી હતી. જુદી જુદી જગ્યાઓએ કેમ્પ લગાવીને લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન, લોકોએ ફોર્મમાં ખોટા નામ સરનામાં અને મોબાઈલ નંબર લખ્યા હતા. ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ તેમની શોધખોળ ચાલુ થઇ તો નામ એને સરનામાં ખોટા નીકળ્યા. નામ સરનામાં ખોટા હોવાને કારણે પોલીસને તેમને શોધવામાં તકલીફ પડી રહી છે.

થઇ શકે છે કાર્યવાહી

જાણવા મળી રહ્યું છે કે ટેસ્ટિંગ બાદ નામ અને સરનામાની ખોટી માહિતી આપનાર લોકો અંગે તપાસ કરવા માટે પોલીસને એક લિસ્ટ આપવામાં આવ્યું છે. પોલીસે આ લિસ્ટને સર્વેલન્સ પર મૂકી છે અને તેના દ્વારા 1171 દર્દીઓની પકડી પાડવામાં આવ્યા છે. જયારે હજુ પણ 1119 દર્દીઓની શોધ ચાલુ છે. આ લોકોને ઝડપી પાડયા બાદ તેમના વિરુદ્ધ કોરોનાને લઈને તૈયાર કરવામાં આવેલ સરકારી નિયમો તોડવા બદલ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે