કોરોના ઈન્ડિયા : છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ એક્ટિવ કેસ વધ્યા, જે છેલ્લા 15 દિવસમાં સૌથી વધુ; સંક્રમિતોનો આંકડો 30 લાખને પાર

0
0

દેશમાં પહેલી વખત એક દિવસમાં કોરોનાના 70 હજાર 67 નવા દર્દી નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોનો આંકડો 30.43 લાખ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 59 હજાર 101 દર્દી સાજા થયા છે, જ્યારે 918 લોકોએ આ બિમારીથી જીવ ગુમાવ્યા છે. 10 હજાર 40 એક્ટિવ કેસ વધ્યા છે. 15 દિવસમાં પહેલી વખત એક દિવસમાં સૌથી વધુ એક્ટિવ કેસ વધ્યા છે. આ પહેલા 6 ઓગસ્ટે એક દિવસમાં 10 હજાર 130 એક્ટિવ કેસ વધ્યા હતા. હવે કુલ 7.06 લાખ એક્ટિવ કેસ છે, એટલે કે આટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે.

કોરોના અપડેટ્સ

  • દેશમાં એક દિવસમાં રેકોર્ડ 10 લાખ 23 હજાર 836 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે. કેન્દ્ર સરકાર હવે તેને વધારીને 15 લાખ પ્રતિદિવસ કરવાની તૈયારીમાં છે. સરકારના જણાવ્યા પ્રમાણે, જેટલા લોકોની વધુ તપાસ થશે સંક્રમણને એટલું જ ફેલાતું અટકાવી શકાશે.
  • કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને ઈન્ટર સ્ટેટ અને ઈન્ટ્રા સ્ટેટ અવરજવરને યથાવત કરવાનો આદેશ કર્યો છે. કેન્દ્રએ કહ્યું કે, એક રાજ્યમાંથી બીજા રાજ્ય અન એક જિલ્લાથી બીજા જિલ્લામાં અવર જવર પર પ્રતિબંધ ન હોવો જોઈએ. જરૂરી ચીજ વસ્તુની સપ્લાઈ થોભી ન જાય તેનું ધ્યાન રાખવું.
  • પંજાબ સરકારમાં જેલ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ માહિતી આપી છે.
  • ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેન અને તેમના પત્ની રૂપી સોરેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ માહિતી શિબૂના દીકરા અને મુખ્યમંત્રી હેમંત સોરેને આપી છે.

રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશઃ રાજ્યમાં શનિવારે સંક્રમણના એક દિવસમાં સૌથી વધુ 1226 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 51 હજાર 866 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત થયા છે.મૃતકોની સંખ્યા હવે 1206 થઈ ગઈ છે. રાજ્યના 52માંથી 19 જિલ્લામાં રિકવરી રેટ 80%થી વધુ થઈ ગયો છે. જેમાં 94.4% સાથે મુરૈના પહેલા નંબરે છે. સાથે જ ભોપાલ અને ઉજ્જૈનમાં 81-81% દર્દી સાજા થઈ ચુક્યા છે.

રાજસ્થાનઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1310 કેસ નોંધાયા છે. ત્યારપછી કુલ સંક્રમિતોનો આંકડો 69 હજાર 264એ પહોંચી ગયો છે. 11 લોકોના મોત પણ થયા છે. જેમાં જયપુરમાં 03, અજમેર, ભીલવાડા, હનુમાનગઢ, પાલી, સીકર, ઉદેયપુર, કોટા અને ટોંકમાં 1-1ના મોત થયા છે. ત્યારપછી કુલ મોતનો આંકડો 944એ પહોંચી ગયો છે. આ સાથે જ બારાંમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે 27 ઓગસ્ટ સુધી પુરી રીતે લોકડાઉન કરી દેવાયું છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના સૌથી વધુ 5217 કેસ નોંધાયા છે. આ પહેલા 19 ઓગસ્ટે 5076 નવા કેસ નોંધાયા હતા. 24 કલાકમાં 4638 દર્દી સાજા થયા, જ્યારે 70 લોકોના મોત થયા છે. 509 એક્ટિવ કેસ વધ્યા. સતત 5 દિવસના ઘટાડા પછી એક્ટિવ કેસમાં વધારો નોંધાયો છે. અહીંયા શનિવારે 1.25 લાખ ટેસ્ટ કરાયા છે. આ દેશમાં સૌથી વધુ છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 14 હજાર 492 નવા કેસ નોંધાયા છે. આ ત્રીજો દિવસ હતો જ્યારે રાજ્યમાં 14 હજારથી વધુ કેસ નોંધાયા છે. અહીંયા ગુરુવારે 14 હજાર 647 અને શુક્રવારે 14 હજાર 161 કેસ નોંધાયા હતા. રાજ્યમાં સંક્રમણથી સૌથી ખરાબ હાલત પૂણેની થઈ છે. અહીંયા મુંબઈથી પણ વધુ લોકો સંક્રમિત થયા છે. જિલ્લામાં કુલ 1.47 લાખ કેસ આવી ચુક્યા છે. જેમાંથી લગભગ 50 હજાર દર્દી છેલ્લા 18 દિવસોમાં વધ્યા છે.

બિહારઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2238 કેસ નોંધાયા છે, જ્યારે 3531 દર્દી સાજા થઈ ગયા છે. 1306 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ સતત 7મો દિવસ હતો, જ્યારે એક્ટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં શનિવારે 1.02 લાખ ટેસ્ટ કરાયા છે. ઉત્તરપ્રદેશ પછી અહીંયા સૌથી વધુ તપાસ કરવામાં આવી રહી છે. અહીંયા અત્યાર સુધી 23.31 લાખ ટેસ્ટ કરાયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here