કોરોનાના કારણે દેશભરમાં 10 હજારથી વધુ કંપનીઓ થઈ બંધ

0
9

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાઇરસે જોત-જોતામાં સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઇ લીધું. કોરોનાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. ભારત જેવા વિકસતા દેશને પણ મોટો ફટકો પડ્યો છે.

રોજગારથી લઈને ઉદ્યોગો સુધી તમામ વસ્તુઓ પ્રભાવિત થઈ છે. કોરોના સંકટના કારણે હજારો કંપનીઓ પર તાળા લાગી ગયા છે. કેન્દ્ર સરકાર પાસેથી મળેલી જાણકારી મુજબ જોઈએ તો, કોરોના સંક્રમણને રોકવા માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ઔદ્યોગિક સેક્ટરમાં મોટુ નુકસાન થયુ છે.

કેટલીય નાની મોટી કંપનીઓ અને ઉદ્યોગો બરબાદ થઈ ગયા છે. એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન કુલ 10,113 કંપનીઓમાં હંમેશા માટે ખંભાતી તાળા લાગી ગયા છે. આ માહિતી ખુદ સરકારના કંપની બાબતોના વિભાગે જાહેર કરી. તેના કારણે હજારોની સંખ્યામાં મજૂરોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે.

કંપની અધિનિયમ 2013ની કલમ 248 (2) અનુસાર દેશમાં 10113 કંપનીઓએ સ્વેચ્છાએ ધંધો બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. આ માહિતી મામલે રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપી હતી. આ કંપનીઓના વિરોધમાં કંપની બાબતોના મંત્રાલય તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેવું પણ સ્પષ્ટ કર્યુ હતું.

છેલ્લા 11 મહિનામાં ક્યાં રાજ્યમાં કેટલી કંપની બંધ થઈ

– દિલ્હીમાં સૌથી વધારે 2394 કંપનીઓ બંધ થઈ

– ઉત્તર પ્રદેશમાં 1936 કંપનીઓને તાળા લાગ્યા.

– તમિલનાડૂમાં આ જ ગાળામાં 1322 કંપનીઓના શટર બંધ થયા.

– મહારાષ્ટ્રમાં તો વળી મહારાષ્ટ્રમાં પણ 1279 કંપનીઓ બંધ થઈ.

– કર્ણાટક-કર્ણાટકમાં 836 કંપનીઓ બંધ થઈ.

– ચંડીગઢ-ચંડીગઢમાં 501 કંપનીઓ બંધ થઈ.

– રાજસ્થાનમાં 497 કંપનીઓ બંધ થઈ.

– તેલંગણામાં 404 કંપનીઓ બંધ થઈ.

– -કેરલમાં 307 કંપનીઓ બંધ થઈ.

– ઝારખંડમાં 137 કંપનીઓ બંધ થઈ ગઈ.

– મધ્ય પ્રદેશમાં 111 કંપનીઓ બંધ થઈ.

–  બિહારમાં 104 કંપનીઓ હંમેશા માટે બંધ થઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here