વડોદરા : શહેરમાં 11,917 પોઝિટિવ કેસની સામે 10 હજારથી વધુ દર્દી રિકવર થયા, માત્ર 1656 જ એક્ટિવ કેસ

0
0

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 11,917 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 197 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 10,064 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1656 એક્ટિવ કેસ પૈકી 176 દર્દી ઓક્સિજન ઉપર અને 69 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1411 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં ગુરૂવારે કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ આટલાદરા, અકોટા, હરણી, તરસાલી, સમા, નાગરવાડા, આજવા રોડ, માણેજા, કારેલીબાગ, વાઘોડિયા રોડ, સુભાનપુરા, માંજલપુર, છાણી, કિશનવાડી, બાપોદ, શિયાબાગ, VIP રોડ, પાણીગેટ, ગોત્રી, મકરપુરા, ગોરવા, વડસર, સુદામાપુરી, કિશનવાડી
ગ્રામ્યઃ ડેસર, કરખડી, ડભોઇ, પાદરા, કરજણ, વલણ, સેવાસી, બીલ, કેલનપુર, શિનોર, સાવલી, પોર, ભાયલી

વડોદરા રૂરલમાં સૌથી વધુ 3031 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 11,917 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1872, પશ્ચિમ ઝોનમાં 1965, ઉત્તર ઝોનમાં 2689, દક્ષિણ ઝોનમાં 2324, વડોદરા ગ્રામ્યમાં 3031 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 4962 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 4962 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4953 લોકો હોમ ક્વોરન્ટીન અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 09 લોકો ક્વોરન્ટીન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here