રાજકોટ PGVCLના 11 હજારથી વધુ કર્મીઓ કાલથી હડતાળ પર, 2017માં મંજૂર થયેલા પગાર લાભનો તાત્કાલિક અસરથી અમલ કરવા માંગ

0
2

55 હજાર જેટલા કર્મચારીઓ માસ CL પર ઉતરશે
  • PGVCL સહિત રાજ્યના 7 યુનિયન દ્વારા આંદોલનને સમર્થન
  • રાજ્યના 55 હજાર જેટલા કર્મચારીઓ માસ CL પર ઉતરશે

રાજકોટમાં PGVCLના 11 હજારથી વધુ કર્મચારીઓ કાલથી હડતાળ પર ઉતરશે. 2017માં મંજૂર થયેલાં પગાર લાભનો તાત્કાલિક અસરથી અમલીકરણ કરવા માંગ સાથે કાલથી હડતાળ પર ઉતરશે. PGVCLના 11000થી વધુ કર્મચારીઓ 21 તારીખથી માસ CLમાં જોડાશે. જ્યારે આવતીકાલે વીજ કર્મીઓ સૂત્રોચ્ચાર કરી આંદોલનનો આરંભ કરશે.

અચોક્કસ મુદતની માસ CL માટે 17 તારીખે બેઠક મળશે
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 40% વેઈટેજ મુજબ બેઝિક સુધારેલ જ્યારે ઉર્જા ક્ષેત્રના પાંચમા વેતન પંચના અમલ સમયે સદરતે એલાઉન્સ અકબંધ રાખવા 30 ટકા વેઈટેજ મુજબ બેઝીકમાં સુધારો કરેલ જેથી એલાઉન્સ બેઝિક સામે હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમના અન્ય વિભાગો સાથે સરખામણી કરીને મંજૂર કરી અટકાવી રાખેલ છે. જે સંપૂર્ણ અન્યાયકર્તા છે. અચોક્કસ મુદ્દતની માસ CL માટે 17 તારીખે બેઠક મળશે. કર્મચારીઓ 16 તારીખે સુત્રોચ્ચાર કરી વિરોધ કરશે. 17થી 20 જાન્યુઆરી સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે. જે બાદ 21 તારીખે માસ CL પર ઉતરશે.

રાજ્યના 55 હજાર કર્મચારીઓ વિરોધ કરશે
સંકલન સમિતિ તથા GUVNL અને તેને સંલગ્ન સાતેય કંપનીઓના માન્ય યુનિયન એસોસિયેશન દ્વારા વારંવાર વિનંતી રૂપે પત્રો આપવા છતાં ઉર્જા ક્ષેત્રના 55 હજાર જેટલા વીજકર્મચારીઓ અને અધિકારીઓ, ઇજનેરઓની નબળાઈ ગણીને અન્યાય થઇ રહ્યો હોવાથી 16મી જાન્યુઆરીથી આંદોલન પર જવા માટે ફરજ પડી છે.