ટોક્યોમાં યોજાવા જઈ રહેલા ઓલિમ્પિકમાં 206 દેશોના 11,200થી વધારે રમતવીરો ભાગ લેશે

0
0

ટોક્યો ઓલિમ્પિકનો 23 જુલાઈથી શુભારંભ થવા જઈ રહ્યો છે. આમ તો આ ભવ્ય રમતોત્સવ વર્ષ 2020માં યોજાવાનો હતો, પણ કોરોના મહામારીને લીધે તેને મોકૂફ રાખવામાં આવેલો. પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવ વર્ષ 1896માં ગ્રીકમાં શરૂ થયો હતો. તે સમયે વિશ્વના 14 દેશોના ફક્ત 245 રમતવીરોએ ભાગ લીધો હતો,આ પૈકી 200 રમતવીર ગ્રીકના હતા. ત્યારબાદ ઓલિમ્પિકનો વ્યાપ વધતો રહ્યો છે. ટોક્યોમાં યોજાવા જઈ રહેલા ઓલિમ્પિકમાં વિશ્વના આશરે 206 દેશોના 11,200થી વધારે રમતવીરો ભાગ લેશે.

ભારતે વર્ષ 1900માં પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. એટલે કે ઓલિમ્પિકમાં ભારત છેલ્લા 120 વર્ષથી ભાગ લઈ રહ્યું છે. આજે આપણે ઓલિમ્પિકમાં વર્ષ 1900થી 2016 સુધીના ઉતાર-ચઢાવભર્યાં સમયગાળા અંગે ચર્ચા કરશું. આ 120 વર્ષમાં ભારત ઓલિમ્પિકમાં 9 ગોલ્ડ, 7 સિલ્વર અને 12 બ્રોંઝ મેડલ સહિત કુલ 28 મેડલ્સ જ જીતી શક્યું છે. આ પૈકી ત્રણ ગોલ્ડ સહિત પાંચ મેડલ સ્વતંત્રતા અગાઉ ભારતને મળેલા છે. એટલે કે સ્વતંત્ર ભારતને ફક્ત 23 મેડલ જ મળેલા છે.

ભારતે 1920માં પ્રથમ વખત ટીમ મોકલી, તેમા 6 એથ્લેટ અને 2 રેસલર હતા

 • વર્ષ 1900માં યોજાયેલા ઓલિમ્પિક રમતોત્સવમાં બ્રિટીશ-ઈન્ડિયન એથલેટ નોર્મન પ્રિચાર્ડને મોકલ્યો હતો. જેણે પુરુષ વર્ગની 200 મીટરની રેસ તથા 200 મીટરની હર્ડલ ઈવેન્ટમાં કુલ બે મેડલ જીત્યાં હતા.
 • ભારતે વર્ષ 1920માં પ્રથમ વખત પોતાની ટીમ મોકલી હતી, જેમાં 6 એથલેટ અને 2 રેસલરનો સમાવેશ થતો હતો.
 • ભારતે મેડલ માટે વર્ષ 1928 સુધી રાહ જોવી પડી હતી. વર્ષ 1924માં પેરિસમાં યોજાયેલા ઓલિમ્પિકમાં કુલ 14 સભ્યની ટીમ મોકલી હતી, આ ટીમે ફક્ત બે રમત (Sports)માં ભાગ લીધો હતો અને કોઈ મેડલ જીતી શકી ન હતી.
ધ્યાનચંદે વર્ષ 1928 (એમ્સર્ડમ), 1932 (લોસ એન્જલેસ) અને 1936 (બર્લીન) એમ ત્રણ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવી ભારતીય હોકીને તેની ઓળખ અપાવી હતી
ધ્યાનચંદે વર્ષ 1928 (એમ્સર્ડમ), 1932 (લોસ એન્જલેસ) અને 1936 (બર્લીન) એમ ત્રણ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવી ભારતીય હોકીને તેની ઓળખ અપાવી હતી
 • વર્ષ 1928ના એમ્સટર્ડમ ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમે દેશ માટે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. ભારતીય હોકી ટીમે નેધર્લેન્ડને ફાઈનલમાં 3-0થી ક્લિન સ્વિપ કરી જીત મેળવી હતી. આ અગાઉ તેણે ઓસ્ટ્રીયા, બેલ્જિયમ, ડેનમાર્ક અને સ્વિત્ઝર્લેન્ડને હરાવી હતી.
 • વર્ષ 1932માં લોસ એન્જેલેસમાં યોજાયેલા ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે અમેરિકાને 24-1ના જંગી માર્જીન સાથે હરાવ્યું હતું, જે ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી મોટું માર્જીન માનવામાં આવે છે.
વર્ષ 1936માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનારી ભારતીય હોકી ટીમ
વર્ષ 1936માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનારી ભારતીય હોકી ટીમ

ઓલિમ્પિકમાં પોતાનું એકચક્રિય સામ્રાજ્યને જાળવી રાખતા ભારતીય હોકી ટીમે વર્ષ 1936માં જર્મનીને 8-1થી સજ્જડ પરાજય આપ્યો હતો. અત્યાર સુધી ભારત બ્રિટીશ ઈન્ડિયા તરફથી રમી રહ્યું હતું.

દેશ સ્વતંત્ર થયા બાદ પ્રથમ વખત ઓલિમ્પિકમાં 50થી વધારે એથ્લેટ્સ મોકલ્યા

 • વિશ્વયુદ્ધને લીધે 12 વર્ષ બાદ વર્ષ 1948માં લંડનમાં ઓલિમ્પિક યોજાયો હતો. દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ પ્રથમ વખત ભારતે 50થી વધારે એથલેટ્સ પ્રતિનિધિ મોકલ્યા હતા, આ માટે વિવિધ સ્પોર્ટ્સ ફેડરેશન્સ દ્વારા રમતવીરોની પસંદગી કરવામાં આવી હતી.

ભારતીય હોકી ટીમે ફરી એક વખત હોકી ક્ષેત્રે પોતાની વિજય કૂચને જાળવી રાખતા ગ્રેટ બ્રિટનને ફાઈનલમાં હરાવી સ્વતંત્ર ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.ત્યારબાદ વર્ષ 1952માં પણ હેલસિંકીમાં ભારતે હોકીમાં ગોલ્ડ મેળવ્યો હતો.

જાધવ જેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ એથ્લેટ કે જેમણે મેડલ જીત્યો હતો
જાધવ જેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ એથ્લેટ કે જેમણે મેડલ જીત્યો હતો
 • ભારતને પહેલો વ્યક્તિગત મેડલ ખુશબા દાદા સાહેબ જાધવે કુશ્તીમાં બ્રોન્ઝ અપાવ્યો હતો.
 • વર્ષ 1956માં મેલબોર્ન ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે સતત 6ઠ્ઠી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનને ફાઈનલ મેચમાં હાર આપી હતી.
 • જોકે ત્યારબાદ 1960માં રોમ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમને ફાઈનલ મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.
 • પણ વર્ષ 1964માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે પાકિસ્તાન સામે રોમ ઓલિમ્પિકનો બદલો લઈ ફાઈનલમાં હરાવી 7મો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
 • ત્યારબાદ વર્ષ 1968ના મેક્સિકો સિટી ઓલિમ્પિકમાં તે સમયે ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય હોકી ટીમ ફાઈનલ સુધી પહોંચી શકી ન હતી અને બ્રોંઝ મેડલ જ મેળવી શકી હતી. પશ્ચિમ જર્મની સામે ભારતની 2-1થી હાર થઈ હતી.
 • વર્ષ 1972માં પણ નેધર્લેન્ડ સામે હાર થતા ટીમને બ્રોંઝ મેડલ જ મેળવી શકી હતી.

1928 બાદ પ્રથમ વખત 1976માં ભારતને એક પણ મેડલ મળ્યો નહીં

 • વર્ષ 1976માં મોન્ટ્રીયલ ઓલિમ્પિકમાં ભારતને એક પણ મેડલ મળ્યો ન હતો. વર્ષ 1928 બાદ પ્રથમ વખત એવી ઘટના હતી કે ભારતને કોઈ જ મેડલ મળ્યો નહીં.
 • જોકે વર્ષ 1980માં ઓલિમ્પિકમાં ભારતીય ફિલ્ડ હોકીમાં આઠમો ગોલ્ડ મેડલ મળ્યો હતો, જે ભારતનો હોકીમાં મળેલો છેલ્લો મેડલ હતો.
 • ભારતે સ્પેનને ફાઈનલમાં હરાવી મેડલ મેળવ્યો હતો.ત્યારપછીના ત્રણ ઓલિમ્પિક એટલે કે વર્ષ 1984માં લોસ એન્જેલસ, વર્ષ 1988માં સેઉલ તેમ જ વર્ષ 1992માં બાર્સેલોના ઓલિમ્પિકમાં એક પણ મેડલ ભારત જીતી શક્યું ન હતું.
ભારતીય હોકી ટીમ સાથે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી
ભારતીય હોકી ટીમ સાથે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી

16 વર્ષે એટલાંટા ઓલિમ્પિકમાં લિએન્ડર પેસએ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો

 • વર્ષ 1980 બાદ આશરે 16 વર્ષ બાદ એટલાંટા ઓલિમ્પિકમાં લિએન્ડર પેસએ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
 • વર્ષ 2000માં સિડનીમાં યોજાયેલા ઓલિમ્પિકમાં કર્ણમ મલ્લેશ્વરીએ વેઈટલિફ્ટીંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ભારતના ઈતિહાસમાં ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર તે સૌ પ્રથમ ભારતીય મહિલા બની હતી. તેણે 69 કિલો વીમેન્સ કેટેગરીમાં બ્રોંઝ મેડલ મેળવ્યો હતો.
ભારતે ઓલિમ્પિકમાં વર્ષ 1900માં ભાગ લેવાની શરૂઆત કરી ત્યારબાદ 100 વર્ષે 2000માં પ્રથમ વખત મહિલાને મેડલ મળ્યો.કર્ણમ મલ્લેશ્વરીએ વેઈટલિફ્ટીંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો
ભારતે ઓલિમ્પિકમાં વર્ષ 1900માં ભાગ લેવાની શરૂઆત કરી ત્યારબાદ 100 વર્ષે 2000માં પ્રથમ વખત મહિલાને મેડલ મળ્યો.કર્ણમ મલ્લેશ્વરીએ વેઈટલિફ્ટીંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો
 • વર્ષ 2004ની રાજ્યવર્ધન સિંહ રાઠોડે મેન્સ ડબલ ટ્રેપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.વર્ષ 2008માં બૈજીંગમાં યોજાયેલા ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રા ઈન્ડિવિડ્યુઅલ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા.
વર્ષ 2004ની રાજ્યવર્ધન સિંહ રાઠોડે મેન્સ ડબલ ટ્રેપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવેવો
વર્ષ 2004ની રાજ્યવર્ધન સિંહ રાઠોડે મેન્સ ડબલ ટ્રેપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવેવો
બૈજીંગ ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રા ઈન્ડિવિડ્યુઅલ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
બૈજીંગ ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રા ઈન્ડિવિડ્યુઅલ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા
 • સુશીલ કુમારે પણ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. વ્રેસ્ટલિંગમાં ભારતને 56 વર્ષ બાદ આ મેડલ મળ્યો હતો. આ ઉપરાંત વિજેન્દ્ર સિંહે બોક્સિંગમાં પણ બ્રોન્ઝ મેળવ્યો હતો.
સુશીલ કુમારે 56 વર્ષ બાદ ભારતને વ્રેસ્ટલિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો
સુશીલ કુમારે 56 વર્ષ બાદ ભારતને વ્રેસ્ટલિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો
વિજેન્દ્ર સિંહે બોક્સિંગમાં પણ બ્રોનઝ મેળવ્યો હતો
વિજેન્દ્ર સિંહે બોક્સિંગમાં પણ બ્રોનઝ મેળવ્યો હતો

લંડન ઓલિમ્પિક ભારત માટે સૌથી સફળ રહ્યો, ભારતને કુલ 6 મેડલ મળેલા

 • લંડન ઓલિમ્પિક ભારત માટે સૌથી સફળ રહ્યો હતો. ભારતને કુલ 6 મેડલ મળ્યા હતા, જે પૈકી 4 બ્રોન્ઝ અને 2 સિલ્વર મેડલનો સમાવેશ થતો હતો.
 • સુશીલ કુમાર અને વિજય કુમારે સિલ્વર જ્યારે ગગન નારંગ, સાઈના નેહવાલ, યોગેશ્વર દત્ત તથા એમસી મેરી કોમને બ્રોન્ઝ મળ્યો હતો.
 • યોગેશ્વર દત્તે મેન્સ ફ્રીસ્ટાઈલ (60 કીલો) કેેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે તેઓ ઓલિમ્પિક મેડલ જીતનાર ત્રીજા ભારતીય વ્રેસ્ટલર બન્યા હતા.
સાઈના નેહવાલે લંડન ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
સાઈના નેહવાલે લંડન ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
યોગેશ્વર દત્તે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો
યોગેશ્વર દત્તે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો
ગગન નારંગે લંડનમાં ઓલિમ્પિક ગેમ્સ-2012માં 10 મીટર એર રાઈફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો
ગગન નારંગે લંડનમાં ઓલિમ્પિક ગેમ્સ-2012માં 10 મીટર એર રાઈફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો
 • વર્ષ 2016માં રિઓ ઓલિમ્પિકમાં સાક્ષી મલિક પ્રથમ મહિલા વ્રેસ્ટલર બની હતી કે જેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત પીવી સિંધુએ બેડમિન્ટનની મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
રિઓ ઓલિમ્પિકમાં સાક્ષી મલિક પ્રથમ મહિલા વ્રેસ્ટલર બની
રિઓ ઓલિમ્પિકમાં સાક્ષી મલિક પ્રથમ મહિલા વ્રેસ્ટલર બની
પીવી સિંધુ ફક્ત 21 વર્ષની ઉંમરે સિલ્વર મેડલ મેળવનારી સૌથી યુવા ભારતીય હતી
પીવી સિંધુ ફક્ત 21 વર્ષની ઉંમરે સિલ્વર મેડલ મેળવનારી સૌથી યુવા ભારતીય હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here