આણંદ નજીક એક ફાર્મ હાઉસમાં કોંગ્રેસના 15થી વધુ ધારાસભ્યો ભેગા થયા..!

0
0

ભરતસિંહ સોલંકી સહિત 15 ધારાસભ્યો ફાર્મ હાઉસમાં ભેગા થયા : આગામી ચૂંટણીને લઇ રણનીતિ ઘડાશે

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં સન્નાટો વ્યાપ્યો છે. એક પછી એક ધારાસભ્યો પાર્ટી છોડી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ, મધ્ય ગુજરાતના અંદાજે 15થી વધારે કોંગ્રેસના ધારાસભ્ય આણંદ નજીકના એક ફાર્મ હાઉસમાં ભેગા થયા છે. કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ પણ ત્યાં હાજર હોવાની વાત સામે આવી છે. આણંદના ઉમેટા ખાતે આવેલ એરિસ રિવરસાઈડ નામના ફાર્મહાઉસ ખાતે મધ્ય ગુજરાતના ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે.

જણાવી દઈએ, અત્યાર સુધીમાં કૉંગ્રેસના આઠ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે. આ રાજકીય ઉથલપાથલના કારણે હવે કૉંગ્રેસે રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. ગઈકાલે કૉંગ્રેસના બે ધારાસભ્ય અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ રાજીનામા આપ્યા બાદ આજે કૉંગ્રેસના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ ધરી દીધુ હતું.

બ્રિજેશ મેરજાના રાજીનામા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેનો વિરોધ કરી આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો. કોંગી કાર્યકરોએ લોકોને પેંડા ખવડાવી તેમજ ફટાકડા ફોડી અનોખી રીતે વિરોધ કર્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ફરી એક વખત ભાજપ પર ધન અને ધમકી વડે તેમના ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પલટવાર કરી કોંગ્રેસને પહેલા આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here