- Advertisement -
ખેડાના ઠાસરાની હોસ્ટેલના 18થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતા તંત્ર દોડતુ થયુ છે. 18 વિદ્યાર્થીઓને અચાનક ઝાડા અને ઉલટી થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
તમામ વિદ્યાર્થીઓની તબિયત લથડતા તેઓને ઠાસરા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે વીટીવીની ટીમ હોસ્પિટલ પહોંચી તો હોસ્ટેલના સંચાલકોની પણ અવળચંડાઈ સામે આવી હતી. હોસ્ટેલના સંચલાકો વીટીવીની ટીમને જોતા હોસ્પિટલમાંથી વિદ્યાર્થીઓને લઈને છૂમંતર થયા હતા.
જ્યારે વિદ્યાર્થીઓની અધૂરી સારવારને લઈને પૂછવામાં આવ્યું તો હોસ્પિટલના સ્ટાફે પણ મૌન સેવ્યું. 17 વિદ્યાર્થીઓને અધૂરી સારવાર રાખીને હોસ્ટેલના સંચાલકો ફરાર થયા હતા. જ્યારે એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે. તમામ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયુ હોવાની આશંકા છે.