Thursday, April 18, 2024
Homeસુરત : શહેરમાં બે હજારથી વધુ પોલીસ કર્મીઓને સુરક્ષા બંદોબસ્ત માટે ગોઠવાયાઃપોલીસ...
Array

સુરત : શહેરમાં બે હજારથી વધુ પોલીસ કર્મીઓને સુરક્ષા બંદોબસ્ત માટે ગોઠવાયાઃપોલીસ કમિશનર

- Advertisement -

સુરતઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ મંદીર મામલે ચુકાદાને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ દ્વારા મીડિયાને માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે, હોમગાર્ડથી લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને..

સોશિયલ મીડિયા પર નજર

સુરત શહેરમાં કોઈ અઈચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે. સુરતના સંવેદનશીલ એવા ઉધના, લિંબાયત, ઉન, સચીન, રાંદેર, નાનપુરા, સલાબતપુરા, ઝાંપાબજાર, ભાઠેના, સગરામપુરા, કાદરશાની નાળ જેવા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ તૈનાત રહેશે. સાથે પોલીસે પોતપોતાના વિસ્તારોમાં શાંતિ સમિતિની બેઠકો પણ શુક્રવારના રોજ બોલાવી હતી. અને શહેરમાં શાંતિ બની રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. ચૂકાદાને પગલે સુરત પોલીસ વ્હોટ્સએપ, ફેસબુક જેવા સોશ્યલ મિડીયા પર પણ પોલીસની બાજ નજર રાખી રહેવામાં આવી રહી છે.

એસઆરપીની પાંચ ટુકડીયો તૈનાત

2 અડી.સી.પી
6 ડી.સી.પી
12 એ.સી.પી
42 પી.આઈ
155 પી.એસ.આઈ
સાથે અને એસઆરપીની 5 ટુકડીયો
પોલીસની 4 ક્વીક રિસ્પોન્સ ટિમ
અને સાથે મોટી સંખ્યામાં હોમ ગાર્ડ ના જવનો અને સવેંદન વિસ્તારમાં એક-એક કયું.આર.ટી ની ટીમ સ્ટેન્ડ ટુ પર રહેશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular