વડોદરા : કોરોનાથી વધુ 3 દર્દીના મોત, કાલોલ તાલુકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો,

0
0

વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી આજે વધુ ત્રણ લોકોના મોત થયા છે. વાડી વચલી પોળ પ્રેમાનંદ કવિની પોળમાં રહેતા 67 વર્ષિય પ્રવિણચંદ્ર ડાહ્યાભાઇ પટેલનું મોત નીપજ્યું છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. દરમિયાન આજે સવારે તેઓનું મોત નીપજ્યું હતું. ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ચોખંડી વિસ્તારમાં આવેલા મોહનલાલ હાડવૈદના ખાંચામાં રહેતા 52 વર્ષિય રાજેશભાઇ નટવરલાલ પટણીનું મોત નીપજ્યું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓનું વહેલી સવારે મોત નીપજ્યું હતું. આ ઉપરાંત વાડી ભાટવાડામાં રહેતા 74 વર્ષિય શશીકાંત શંકરલાલ સોનીનું વહેલી સવારે મોત નીપજ્યું હતું. તેઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

કાલોલ તાલુકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદથી દંપતી પોતાના માદરે વતન કાલોલ તાલુકાના એરાલ ગામમાં આવ્યું હતું. જેમાંથી 60 વર્ષીય મહિલા રેવાબેન મોહનભાઇ સોલંકીને બે દિવસ પહેલા ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગોધરા કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કાલોલ તાલુકામાં કોરોના વાઈરસે પ્રવેશ કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આરોગ્ય વિભાગની 10 ટીમ 28 દિવસ માટે સર્વેની કામગીરી કરશે. 5 લોકોને ક્વોરન્ટીન કરીને તાજપુરા મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે 17 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા કરવામાં આવ્યા છે. 5700ની વસ્તી ધરાવતા એરાલ ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી ગઇ છે.

પાદરાના મોભા રોડ સ્ટેશન પાસે જૈન મંદિર નજીક કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી

વડોદરા જિલ્લાના પાદરાના મોભા રોડ સ્ટેશન પાસે જૈન મંદિર નજીક બુધવારે કોરોનાનો એક પોઝિટિવ કેસ આવ્યો હતો. જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ સહિત વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે અને આરોગ્ય વિભાગે વિસ્તારમાં કામગીરી શરૂ કરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here