ગાંધીનગર : કોરોનાથી વધુ 3 મહિલા અને 3 પુરુષનાં મોત થયાં.

0
0

જિલ્લામાં નવા 41 કેસ નોંધાતા કુલ આંકડો 3853એ પહોંચ્યો છે. કોરોનાના સંક્રમણનો ભોગ આર્મીમેન, મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિદ્યાર્થીઓ, હેડ કોન્સ્ટેબલ, લેબ ટેકનિશીયન, નાયબ મામલતદાર, ડેન્ટીસ્ટ, વેપારી, ગૃહિણી, ખેડુત સહિત સંક્રમિત થયા છે. જ્યારે કોરોનાની સામે જંગ લડી રહેલા વધુ 31 દર્દીઓએ કોરોનાને હરાવતા જિલ્લામાં અત્યાર સુધી 3094 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. ઉપરાંત હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ 6 દર્દીઓના મોત નિપજ્યા છે.

જેમાં દહેગામના 57 વર્ષીય ગૃહિણી, આલમપુરના 75 વર્ષીય વૃદ્ધા અને વાવોલના 62 વર્ષીય ગૃહિણી જ્યારે તારાપુરના 50 વર્ષીય આધેડ, ઇસનપુરના 60 વર્ષીય વૃદ્ધ અને સેક્ટર-30ના 80 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતા જિલ્લામાં કુલ આંકડો 246એ પહોંચ્યો છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 19, ગાંધીનગર તાલુકામાંથી 20, કલોલ અને માણસામાંથી 1-1 નવા કેસ નોંધાયા છે. સંક્રમિત તમામ દર્દી સારવાર હેઠળ છે, જ્યારે દર્દીના પરિવારજનોને ઉપરાંત તેમના સંપ્રકમાં આવેલા તમામને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. નોંધનીય વાત એ છે કે, દેહગામમાં કોરોનાનો એકય કેસ નથી, જેથી તંત્ર વિભાગમાં અને લોકોમાં રાહત થઈ છે.

વધુ 31 દર્દી કોરોનામુક્ત, દેહગામમાં એકય કેસ નહીં
મનપા

વિસ્તાર ઉંમર જાતિ
સેક્ટર-2 42 પુરૂષ
સેક્ટર-2 42 સ્ત્રી
સેક્ટર-2 65 સ્ત્રી
સેક્ટર-2 49 પુરૂષ
સેક્ટર-21 38 સ્ત્રી
સેક્ટર-5 56 પુરૂષ
સેક્ટર-5 26 પુરૂષ
સેક્ટર-5 27 પુરૂષ
સેક્ટર-5 18 પુરૂષ
સેક્ટર-5 65 પુરૂષ
સેક્ટર-6 31 પુરૂષ
સેક્ટર-4 35 પુરૂષ
સેક્ટર-4 38 પુરૂષ
સેક્ટર-3 39 પુરૂષ
સેક્ટર-3 64 પુરૂષ
સેક્ટર-26 39 પુરૂષ
સેક્ટર-17 30 પુરૂષ
ઇન્ફોસીટ 25 પુરૂષ

 

ગાંધીનગર તાલુકા

વિસ્તાર ઉંમર જાતિ
પેથાપુર 62 સ્ત્રી
પેથાપુર 56 સ્ત્રી
પેથાપુર 34 પુરૂષ
પેથાપુર 45 પુરૂષ
પેથાપુર 42 સ્ત્રી
પેથાપુર 19 સ્ત્રી
પેથાપુર 40 સ્ત્રી
વાસણા હડમતીયા 84 પુરૂષ
ડભોડા 67 સ્ત્રી
ભાટ 63 સ્ત્રી
ભાટ 54 સ્ત્રી
કોટેશ્વર 11 પુરૂષ
કુડાસણ 51 સ્ત્રી
આલમપુર 60 સ્ત્રી
આલમપુર 24 સ્ત્રી
આલમપુર(મિલેટ્રી સ્ટેશન) 26 પુરૂષ
સરગાસણ 24 પુરૂષ
સરગાસણ 40 પુરૂષ
સરગાસણ 10 સ્ત્રી
મગોડી 31 પુરૂષ

 

માણસા

વિસ્તાર ઉંમર જાતિ
મોતીપુરા 65 સ્ત્રી

​​​​​​​

કલોલ

વિસ્તાર ઉંમર જાતિ
પાનસર 48 પુરૂષ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here